Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

સિનસિનાટી માસ્ટર્સ ટેનિસમાં યોકોવિચની આગેકૂચ

નવી દિલ્હી: સર્બિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચે ૬-૪, ૭-૬ (૭-૪)થી અમેરિકાના સ્ટીવ જોહન્સનને હરાવીને સિનસિનાટી માસ્ટર્સ ટેનિસમાં વિજયી પ્રારંભ કર્યો હતો. જોહન્સન જોરદાર લડત આપતાં યોકોવિચને છેક નવમા મેચ પોઈન્ટને સહારે વિજય મળ્યો હતો. સ્વિત્ઝર્લેન્ડના વાવરિન્કાએ ૬-૨, ૪-૬, ૬-૩થી ૧૨મો સીડ ધરાવતા આર્જેન્ટીનાના સ્વાર્ટ્ઝમાનને પરાજય આપ્યો હતો.

 

બ્રિટનના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન મરેએ અમેરિકન હાર્ડ કોર્ટ પરની સિનસિનાટી માસ્ટર્સમાં ખાસ પ્રભાવ પાડયો નહતો. મરે અહી પહેલા રાઉન્ડમાં ૧૬મો સીડ ધરાવતા ફ્રાન્સના લુકાસ પાઉલે સામે ૬-૧, ૧-૬, ૬-૪થી હારીને બહાર ફેંકાયો હતો.
યુએસ ઓપન અગાઉ શરૃ થયેલી સિનસિનાટી માસ્ટર્સમાં ટોચના સુપરસ્ટાર્સ રમી રહ્યા છે. સેકન્ડ સીડ ધરાવતો સ્વિસ ટેનિસ સ્ટાર ફેડરર જર્મનીના યુવા ખેલાડી ગોજોવસ્કી સામે ટકરાશે. ફ્રાન્સના જેરોમી ચાર્ડીએ સ્પેનના વર્ડાસ્કો સામેની મેચમાં આસનીથી ૬-૧, ૬-૨થી જીત મેળવી હતી. જ્યારે અમેરિકાના સેમ ક્વેરીએ અપસેટ સર્જતાં ૬-૪, ૬-૭ (૫-૭), ૭-૬ (૭-૫)થી નવમો સીડ ધરાવતા અમેરિકાનાજોન આઇસનરને હરાવ્યો હતો.

(1:21 pm IST)