Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

અબુધાબી માસ્ટર્સ શતરંજમાં ભારતનો 14 વર્ષીય નિહાલ બન્યો ગ્રાન્ડ માસ્ટર

નવી દિલ્હી: અબુધાબી માસ્ટર્સ શતરંજમાં સ્વત્રંત દિવસની પૂર્વ સંધ્યાએ રાઉન્ડ 8માં ભારત માટે મોટી ખુશખબર આવી છે. ભારતના 14 વર્ષીય નિહાલ સરીને ઉઝબેકિસ્તાનના તૈમુર ક્યુબિકરોવ સાથે ડ્રો રમીને પોતાના પ્રદર્શનનું સ્તર 2665 સુધી પહોંચાડી દઈને ગ્રાન્ડ માસ્ટર જીતી લીધું છે. સાથે ભારતનો 53મોં ગ્રાન્ડ માસ્ટર બનીને વિશ્વમાં સૌથી નાની ઉંમરમાં ગ્રાન્ડ માસ્ટર બનવાની લિસ્ટમાં 12મી સ્થાન મેળવ્યું છે.

(1:20 pm IST)