Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં હેડ કોચ તરીકે રોમેશ પોવારની નિમણૂંક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારનાં રોજ ટીમ ઇન્ડીયાનાં પૂર્વ ઓફ સ્પિનર રોમેશ પોવારને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં પ્રમુખ તરીકે નિયુક્ત કરેલ છે. પોવારને 9 નવેમ્બરનાં રોજ યોજાનાર આઇસીસી મહિલા વર્લ્ડ ટી-20 સુધી કોચ પદની જવાબદારી રજૂ કરવાનું કહેવામાં આવ્યું. તમને જણાવી દઇએ કે જુલાઇમાં પોવારને ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું અંતિમ કોચ બનાવવામાં આવેલ હતાં.

પોવારને તુષાર અરોઠેની જગ્યાએ અંતિમ કોચ બનાવવામાં આવ્યાં હતાં. અરોઠેએ એશિયા કપ ફાઇનલ બાદ કોચ પદમાંથી રાજીનામું આપી દીધું હતું કેમ કે એવા સમાચાર સામે આવ્યાં હતાં કે કેટલાંક સીનિયર ખેલાડીઓની સાથે તેઓ જામી નથી રહ્યાં.

ટીમ ઇન્ડીયા સાત વર્ષનાં ઇતિહાસમાં પહેલી વાર એશિયા કપ જીતવામાં સફળ નથી થઇ. ફાઇનલમાં તેને બાંગ્લાદેશનાં હાથે હારનો સામનો ઝેલવો પડ્યો હતો. ટૂર્નામેન્ટ બાદ ખબર એવી ફેલાઇ હતી કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં દરેક બાબત બરાબર નથી અને ત્યાર બાદ અરોઠેએ પદ પરથી રાજીનામું આપી દીધું.

જો કે અરોઠેનું માનવું એવું હતું કે ઉચ્ચ સ્તર પર ઉત્તમ પ્રદર્શન કરવા માટે ક્રિકેટરોને પોતાનાં કમ્ફર્ટ જોનથી બહાર નીકળવું પડશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિએ પોવારને સમય વધારવાનો નિર્ણય સોમવારનાં રોજ લેવામાં આવ્યો કે જેની સત્તાવાર જાહેરાત મંગળવારનાં રોજ કરવામાં આવી.

BCCIએ પ્રેસ જાહેરાત રજૂ કરતા કહ્યું કે પોવારની મહિલા ટી-20 વિશ્વ કપ સુધી હેડ કોચ બની રહેવાની જાહેરાત કરી. તમને જણાવી દઇએ કે મહિલા વર્લ્ડ ટી-20 આ વર્ષે નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝમાં રમવામાં આવશે.

(11:47 am IST)