Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે સ્પિન બોલર રમેશ પવારની નિયુક્તિ

ભારત વતી 31 વન-ડે અને 2 ટેસ્ટ રમનાર પવાર કોચ પડે જવાબદારી નિભાવશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે પૂર્વ ભારતીય સ્પિન બોલર રમેશ પવારની નિયુક્તિ કરાઈ છે તે પૂર્વ કોચ તરુણ અરોઠે પછી ટીમના વચગાળાના કોચ પર હતો અને હવે પૂર્ણ રૂપથી જવાબદારી આપવામાં આવી છે.

  બીસીસીઆઈએ આ જાણકારી આપી હતી. પવાર 30 નવેમ્બર 2018 સુધી ટીમના કોચ પદ પર રહેશે. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે બીસીસીઆઈએ રમેશ પવારની ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે નિમણુક કરી છે.

  પવારના માર્ગદર્શનમાં ટીમ સપ્ટેમ્બરમાં શ્રીલંકાના પ્રવાસે જશે અને પછી ઓક્ટોબરમા વેસ્ટ ઇન્ડીઝ સામે દ્વિપક્ષીય શ્રેણી રમશે. નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝમાં યોજાનાર મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. ભારત તરફથી 31 વન-ડે અને 2 ટેસ્ટ રમનાર પવાર પર ટીમને આગળ લઈ જવાની જવાબદારી છે.
   થોડાક મહિના પહેલા ટીમના અંદરના વિવાદના કારણે તરુણ અરોઠે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ પછી પવારને વચગાળાનો કોચ બનાવ્યો હતો. બીસીસીઆઈએ કોચ પદ માટે અરજીઓ મંગાવી હતી. જેમાં પવારે પણ અરજી કરી હતી.

(12:07 am IST)