Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

આઈપીએલના વર્તમાન સીઓઓ હેમાંગ અમીનની બીસીસીઆઈના વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક

બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો

 

આઈપીએલના વર્તમાન સીઓઓ હેમાંગ અમીનને બીસીસીઆઈના વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે રાહુલ જોહરીના રાજીનામાથી પદ ખાલી હતું. બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે આમિન પદ માટે સૌથી યોગ્ય છે.

અમીન પ્રખ્યાત ઈન્ડિયન પ્રીમિયર લીગના વર્તમાન મુખ્ય પરેટિંગ અધિકારી છે અને તે વર્ષ 2017 થી આઈપીએલની કામગીરી સંભાળી રહ્યાં છે.

બીજી તરફ, બોર્ડે એવો સંકેત પણ આપ્યો છે કે બે મહિનામાં એક નવો સીઈઓ મળી જશે. 17 જુલાઇએ યોજાનારી બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં પણ અંગે ચર્ચા કરવામાં આવશે.

(12:54 am IST)
  • ટ્રમ્પના ટિવટે ખળભળાટ સર્જ્યો :વિશ્વભરમાં કોરોનાના પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું છે કે રસી અંગે સારા સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં પરીક્ષણ કરાયેલ પ્રથમ કોરોના વેક્સિન વૈજ્ઞાનિકોની અપેક્ષા મુજબ લોકોને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ રસીની ટ્રાયલ હવે ફાઇનલ સ્ટેજમાં છે. 45 લોકો પર કરાયેલ પરીક્ષણમાં મળ્યું સારું પરિણામ. 27 જુલાઈની આસપાસ, આ રસી કોરોના વાયરસ સામે રક્ષણ આપવામાં કેટલી અસરકારક છે તે જાણવા માટે 30,000 લોકો પર ટેસ્ટ કરવામાં આવશે access_time 12:24 am IST

  • મોરેસીયસ ફંડ બાબતે એક મુ.મંત્રીના પુત્રની ઇડી દ્વારા પુછપરછ થશે (ન્યુઝ ફર્સ્ટ) access_time 2:48 pm IST

  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે બ્રહ્મપુત્રા નદીની નીચે એક વ્યૂહાત્મક ટનલ બનાવવા માટે પ્રાથમિક મંજૂરી આપી દીધી હોવાનું આધારભૂત વર્તુળો માથી જાણવા મળે છે : આ ટનલ ઇમરજન્સીમાં રેપિડ લશ્કરી ચળવળને સહાય કરવા માટે, ચાઇનાની સરહદ સુધી એક્સ અને વાય પોઈન્ટની વચ્ચે વ્યૂહાત્મક જોડાણ પૂરું પાડશે access_time 9:23 pm IST