Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ન્યૂઝીલેન્ડની સામે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયા જાહેર

ટીમમાં બે સ્પિનર, 5 ફાસ્ટ બોલર, 2 વિકેટકીપર અને 6 બેટ્સમેન

ન્યૂઝીલેન્ડની સામે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. સાઉથેમ્પટનમાં 18-22 જૂન સુધી રમાનાર મેચ માટે ટીમ ઈન્ડિયાની સ્ક્વોડમાં 15 ખેલાડીઓને સામેલ કરાયા છે.

જણાવી દઈએ કે ભારતીય ટીમ 25 ખેલાડીઓની સાથે ઈંગ્લેન્ડ ગઈ છે. જેમાં 4 નેટ બોલર છે. 15 સભ્યોની ભારતીય ટીમમાં બે સ્પિનર, 5 ફાસ્ટ બોલર, 2 વિકેટકીપર અને 6 બેટ્સમેન છે. હવે તેમાંથી 11 ખેલાડીઓને મેદાન પર ઉતારવામાં આવશે.

ન્યૂઝીલેન્ડે પણ પોતાની 15 સભ્યોની ટીમની ઘોષણા કરી દીધી છે. ટીમનું સુકાનીપદ કેન વિલિયમસનને મળ્યું છે. કીવી ટીમે ફક્ત એક સ્પિનરને જગ્યા આપી છે. અનુભવી સ્પિનર મિશેલ સેંટનરની ટીમમાંથી છુટ્ટી કરી દેવામાં આવી છે. સ્પિનર તરીકે ફક્ત એજાજ પટેલ હશે. 15 સભ્યોની આ ટીમમાં 5 ફાસ્ટ બોલરને જગ્યા આપવામાં આવી છે.

 

ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રહાણે (વાઈસ કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), ઋદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

ન્યૂઝીલેન્ડની ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), ટોમ બ્લંડેલ, ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે, કોલિન ડી ગ્રેન્ડહોમ, મેટ હેનરી, કાઈલ જેમિસન, ટોમ લાથમ, હેનરી નિકોલ્સ, એજાજ પટેલ, ટિમ સાઉદી, રોસ ટેલર, નીલ વેગનર, બીજે વોટલિંગ, વિલ યંગ

  • ભારતીય ટીમમાં અક્ષર પટેલ, કેએલ રાહુલ, શાર્દુલ ઠાકુર, વોશિંગટન સુંદર અને મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવ્યું નથી.

(8:15 pm IST)