Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં ભારતીય બેટસમેનો મોખરે

રોહીત, મયંક, પંત ટોપ ફાઇવમાં : સ્ટોકસ પ્રથમ સ્થાને

નવી દિલ્હીઃ આગામી ૧૮ જૂન થી ૨૨ જૂન દરમ્યાન સાઉથમ્પ્ટનમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ રમાનારી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો એક બીજાને ટક્કર આપવા મેદાન ઉતરશે. ફેન્સ પણ શાનદાર ટક્કરને જોવા માટે બેતાબ છે. 

 વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં સૌથી વધારે છગ્ગા લગાવવાનો રેકોર્ડ બેન સ્ટોકસે નોધાવ્યો છે.  તેણે ૧૭ મેચ રમીને ૩૧ છગ્ગા લગાવ્યા છે.

તૈયાર  બાદ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં છગ્ગાના મામલામાં બીજા સ્થાને રોહિત શર્મા છે. રોહિત શર્માએ ૧૧ મેચ જ રમી છે. આ દરમ્યાન તેણે ૨૭ છગ્ગા લગાવ્યા છે. રોહિત પાસે જોકે હજુ બે ઇનીંગ રમવાની તક છે. જેમાં તે બેન સ્ટોકસની આગળ નિકળી શકે છે.

  છગ્ગા લગાવવાના મામલામાં ત્રીજા સ્થાને આવે છે, મયંક અગ્રવાલ. ભારતના શાનદાર ઓપનર બેટ્સમેન મંયક અગ્રવાલ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં અત્યાર સુધીમાં ૧૨ ટેસ્ટ મેચ રમ્યો છે. જે દરમ્યાન તેણે ૧૮ છગ્ગા લગાવ્યા છે.

  ભારતના યુવા વિસ્ફોટક વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંત સિકસર મારવાના મામલામાં ચાર નંબર પર છે. પંતે WTC ટૂર્નામેન્ટમાં ૧૧ મેચ રમી છે. આ દરમ્યાન તેણે ૧૬ છગ્ગા લગાવ્યા હતા.

 વિસ્ફોટક બેટ્સમેનોમાં જોસ બટલરની પણ ગણના થાય છે. ઇંગ્લેંડના આ વિકેટકીપર બેટમેસને ટૂર્નામેન્ટમાં ૧૮ મેચ રમી છે. જેમાં તેણે ૧૪ છગ્ગા લગાવ્યા છે.

(3:18 pm IST)