Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કાલે ભારત-પાક. મેચ લઇને વારાણસીમાં ખાસ પૂજા-આરતી કરાઈ : ગંગા તટે દુગ્ધાર્પણ કરાયું

ડનનાં માન્ચેસ્ટર ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત પાક એકબીજા સામે બાથ ભીડશે

વારાણસી :કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપનો મુકાબલો થશે લંડનનાં માન્ચેસ્ટર ક્રિકેટ સ્ટેડિયમ પર ભારત પાક એકબીજા સામે બાથ ભીડશે.આ મેચ ખુબ જ રોમાંચક બની રહેશે. બન્ને ટીમનાં પ્રશંસકો જીત ઈચ્છે છે દરેક ક્રિકેટરસીકો પોતપોતાની ટીમની જીત માટે દુઆ-પ્રાર્થના કરી રહ્યા છે.

  દેશભરમાં ભારત અને પાકિસ્તાનના મેચનો ફિવર છવાયેલો છે. ત્યારે ધાર્મિક નગરી કાશીમાં પણ લોકોમાં અનેરો ઉત્સાહ છે. ભારત-પાકિસ્તાનનાં મેચના એક દિવસ પહેલા વારાણસીમાં ગંગા તટે ભારતની જીત માટે ખાસ આરતી અને પૂજા કરવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. લોકોએ  ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાનને વર્લ્ડ કપમાં હરાવે તેવી પ્રાર્થના કરી હતી

(10:21 pm IST)