Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સાઈકલ પર ૫૧૪૫ કિ.મી. અંતર કાપી મોસ્કો પહોંચ્યો સાઉદી અરેબિયાનો પ્રશંસક

ફૂટબોલ વર્લ્ડકપમાં ભાગ લઈ રહેલી ટીમના પ્રશંસકોના ગાંડપણને માપી શકાય નહિં. પોતપોતાની ટીમના સમર્થન માટે તેઓ વિશ્વભરમાંથી રશિયા પહોંચી રહ્યા છે, પરંતુ એક પ્રશંસક તો ૫૧૪૫ કિલોમીટરનું અંતર સાઈકલ પર કાપીને રશિયા પહોંચ્યો હતો. ગઈકાલે તેણે રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચેની પહેલી મેચ પણ જોઈ હતી. રિયાધથી મોસ્કો પહોંચતા ૨૮ વર્ષના ફહદ અલ - યાહ્યાને ૭૫ દિવસ લાગ્યા હતા. બુધવારે તો મોસ્કોમાં આવેલા સાઉદી અરેબિયાના દૂતાવાસમાં પહોંચ્યો હતો. તેણે કહ્યું હતું કે હું મારી ટીમનું સમર્થન કરવા માગતો હતો એથી મેં આ યાત્રા કરી.

(2:45 pm IST)