Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતે ઈતિહાસ રચ્યો : પ્રથમ વખત ફાઈનલ ટાઈટલ જીતીને ગોલ્ડ મેડલ જીત્યો

73 વર્ષ પછી ફાઈનલમાં આવ્યું હતું

ફાઈનલમાં ઈન્ડોનેશિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાએ 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ મેચમાં લક્ષ્ય સેને એન્થોની સિનિસુકાને 8-21, 21-17, 21-16થી હરાવ્યો હતો.

 

બીજી ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ 18-21, 23-21, 21-19થી જીત મેળવી હતી. ત્રીજી મેચ સિંગલ્સની હતી, જેમાં કિદામ્બી શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવ્યો હતો.

 

 

ભારતીય મેન્સ બેડમિંટન ટીમે સેમિ ફાઈનલમાં ડેનમાર્ક સામે ૩-૨થી રોમાંચક વિજય મેળવતા થોમસ કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે થોમસ કપના ૭૩ વર્ષના ઈતિહાસમાં સૌપ્રથમ ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશી હતી. નોંધપાત્ર છે કે અગાઉ ક્યારેય ભારતીય મેન્સ બેડમિંટન ટીમ થોમસ કપની સેમિ ફાઈનલ સુધી પણ પહોંચી શકી નહતી.

(4:05 pm IST)