Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

બલબીરસિંહ સિનીયરને આવ્યા વધુ બે હાર્ટ-અટેક, સ્થિતિ હજીય ગંભીર

ભારતીય હોકી ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી : પંજાબના મુખ્ય પ્રધાન અમરીંદરસિંઘે જલ્દી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી

ચંડીગઢ : ભારતીય હોકી-જગતના દિગ્ગજ ભૂતપૂર્વ પ્લેયર બલબીર સિંહ સિનિયરને કેટલાક દિવસ પહેલાં ગંભીર હાલતને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમને બે વધુ હાર્ટ-અટેક આવ્યા છે.  તેમને ન્યુમોનિયા સાથે ફોર્ટિસ હોવાથી મોહાલીમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 બલબીર સિંહ સિનિયરના દોહિત્ર કબીરે જણાવ્યું કે 'મારા નાનાને ગઈ કાલે  વધુ બે હાર્ટ-અટેક આવ્યા હતા. અને ડોકટરે તેમને હજી વેન્ટિલેટર પર રાખ્યા છે. તેમની સ્થિતિ હજી નાજુક અને ગંભીર છે. ડોકટરો તેમને સતત તપાસી રહ્યા છે. તેમની તબિયત વિશે વધારે જાણકારી મળતાં જાણ કરીશ.'

 પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે તેઓ વહેલી તકે રિકવર થાય એવી શુભેચ્છા પાઠવી છે. બલબીર સિંહ સિનિયરને ૧૯૫૭માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

(1:32 pm IST)