Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ત્રણ-ચાર ખેલાડી જ પ્રેકટીસ કરશેઃ પોતાની બોટલ-ટોવેલ જાતે જ લાવશે

કોરોના પછીનું પ્લાનીંગ કરી રહયું છે હોકી ઇન્ડિયા : આરોગ્ય સેતુ એપમાં ખેલાડી સેફ હશે તો જ તેને ટ્રાવેલીંગની મંજુરી અપાશે

નવી દિલ્હીઃ  કોરોના માટેનું લોકડાઉન ઉપાડી લીધા બાદ કેવી રીતે કામ કરવું એ માટે હોકી ઇન્ડિયા યોજના બનાવી રહ્યું છે, જેમા ખેલાડીઓએ પોતાનો ટોવેલ અને બોટલ જાતે જ લાવવાનાં રહેશે. હોકી ઇન્ડિયાએ જાહેર કરેલી ગાઇડલાઇન્સ મુજબ ૪૦ * ૨૦ મીટરના એરિયામાં માત્ર ૪-૬ ખેલાડી ટ્રેઇનિંગ કરી શકશે.

આખી પિચને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવશે અને દરેક ભાગમાં ૩-૪ ખેલાડી જ પ્રેકિટસ કરી શકશે. દરેક પ્લેયર એકબીજાથી ઓછામાં ઓછા એક મીટરના અંતરે રહેશે. દ્યરે કરવા માટે આપવામાં આવેલી પ્રેકિટસ વરે જ કરવાની રહેશે. કોઈ પણ ઇવેન્ટ માટે જતી વખતે આરોગ્ય સેતુ એપ પર જો સેફ અથવા લો રિસ્ક બતાવે તો જ પ્લેયર ટ્રાવેલ કરી શકશે. આ ઉપરાંત કોરોનાનો ચેપ ન લાગે એ માટે પ્લેયરોને પોતપોતાની બોટલ અને ટોવેલ લાવવાનું પણ કહેવામાં આવ્યું છે.

(1:31 pm IST)