Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

હાર્દિક પંડ્યા ટ્રમ્પકાર્ડ સાબિત થશે : શેન વોર્ન

ઓસ્ટ્રેલિયન દિગ્ગજ અને ભૂતપૂર્વ ક્રિકેટર શેન વોર્ને આગામી વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાને સૌથી ફેવરીટ ગણાવી છે. શેન વોર્ને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે ભારતીય ટીમ શાનદાર છે અને એ ઈંગ્લેન્ડમાં બેસ્ટ પફોર્મ કરી શકે છે.

વોર્ને વધુમાં જણાવ્યુ હતું કે ભારતીય ટીમ પાસે વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને મહેન્દ્રસિંહ ધોની જેવા અનેક સારા ખેલાડીઓ છે, પણ ટીમનું ટ્રમ્પ કાર્ડ તો હાર્દિક પંડ્યા જ સાબિત થશે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિમાં હાર્દિક હુકમનો એક્કો સાબિત થશે. તે એક સારો ઓલરાઉન્ડર છે અને એકલા હાથે મેચનું પાસુ પલટી શકે એમ છે.

(11:22 am IST)