Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

શ્રીસંથની અપીલનો જુલાઈના અંત સુધીમાં ચુકાદો આપો

નિચલી કોર્ટના ચૂકાદાની સામે કરાયેલી અપીલની જુલાઈના અંતે ચુકાદો આપવા હાઇકોર્ટને સુપ્રીમ કોર્ટની કહેણ

નવી દિલ્હી :ક્રિકેટર શ્રીસંથ માટે મુશ્કેલી ઓછી થઈ નથી.સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે, IPL સ્પોટ ફિક્સિંગ મામલામાં શ્રીસંથ સહિત ઘણા ખેલાડઓને આરોપ મુક્ત કરવાના નિચલી કોર્ટના ચૂકાદાની સામે કરાયેલી અપીલનો જુલાઈના અંત સુધીમાં ચુકાદો આપવામાં આવે.

   શ્રીસંથે કેરળ હાઈકોર્ટના ચૂકાદા સામે સુપ્રીમમાં અરજી કરી હતી જેમાં BCCIના શ્રીસંથ પર લગાવેલા આજીવન પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો હતો. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડની ખંડપીઠે કહ્યું કે, તેઓ ક્રિકેટ ખેલાડીની ક્રિકેટ રમવાની ઉત્સુકતાને સમજે છે પરંતુ નીચલી કોર્ટના ચૂકાદા સામે દિલ્હી પોલીસની અપીલ પર દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાની રાહ જોશે.

   શ્રીસંથે અંતિમ નિર્દેશ આપવાનો અનુરોધ કરતાં કહ્યું કે, IPL સ્પોટ ફિક્સિંગ મામલામાં આરોપમુક્ત કરવામાં આવ્યાના તથ્યને ધ્યાને રાખી તેને કાઉન્ટી ક્રિકેટમાં રમવાની મંજૂરી આપવી જોઇએ. ક્રિકેટર શ્રીસંથ તરફથી લાંબા સમયથી પોતાના ક્રિકેટ કેરિઅર માટે માંગણી કરી રહ્યો છે.

(11:44 pm IST)