Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આઇપીઅેલ ક્રિકેટ જંગમાં રોયલ ચેલેન્‍જર્સ બેંગ્લોરનો ૧૦ વિકેટથી દમદાર વિજય થતા પોઇન્ટ ટેબલમાં ધરખમ ફેરફાર

મુંબઇઃ IPLમાં કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની 10 વિકેટથી દમદાર જીત બાદ IPL પોઇન્ટ ટેબલમાં મોટો બદલાવ આવ્યો છે. કિંગ્સ ઇલેવન  પંજાબ પહેલી વખત ટોપ ફોરમાંથી બહાર થઇ છે. તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો એક મોટી જીત સાથે નેટ રન રેટમાં સુધારો થયો છે. તે પ્લે ઓફ માટે ક્વોલીફાય કરવાની સૌથી મોટી દાવેદાર બની ગઇ છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ પહેલાં જ પ્લેઓફમાં તેની જગ્યા પાક્કી કરી લીધી છે. દિલ્હી ડેરડેવિલ્સની ટીમ આ દોડમાંથી બહાર થઇ ગઇ છે. હવે બે જગ્યા માટે આ પાંચ ટીમમાં કાંટેની ટક્કર થશે.

કોલકાત્તા નાઇટ રાઇડર્સ, રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ 12 પોઇન્ટ સાથે ત્રીજા, ચોથા અને પાંચમાં સ્થાને છે તો મુંબઇ ઇન્ડિયન્સ (+0.405)  અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ (+0.218)નાં રન રેટ સૌથી બેસ્ટ છે. આ કારણે તેઓ 14 અંક પર ટાઇ થાય છે અને મુંબઇ અને બેંગલોર ક્વોલિફાય કરવા મોટી દાવેદાર બને છે.

(7:18 pm IST)