Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આચાર સંહિતાના ભંગ બદલ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિક્ય રહાણે પર લાગ્યો 12 લાખનો દંડ

નવી દિલ્હી:આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિક્ય રાહાણેને આઈપીએલની આચાર સંહિતાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ સામે રવિવારે રાત્રે રમાયેલ મેચમાં ધીમા ઓવર રેટ બદલ રહાણેને આચાર સંહિતા ભંગનો દોષિત ગણાવીને આ દંડ ફટકારવામાં આવ્યો છે.
વાનખેડા સ્ટેડીયમમાં રમાયેલ આ મેચમાં રાજસ્થાને રોહિત શર્માની આગેવાની વાફ્રી મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે પરાજય આપ્યો હતો. આઈપીએલની ૧૧મી સિઝનમાં રાજ્સ્થાનની ટીમને પ્રથમ વખત સ્લો ઓવરરેટ બદલ આઈપીએલની આચાર સંહિતા ભંગનો આરોપ લાગ્યો છે. જેથી ટીમના કેપ્ટન હોવાના કારણે અજિક્ય રહાણેને ૧૨ લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આઈપીએલ તરફથી જાહેર કરવામાં આવેલ પ્રેસનોટમાં જણાવવામાં આવ્યુ છે કે આ સત્રમાં રાજસ્થાનની ટીમની આ પહેલી ભુલ છે જેથી આઈપીએલની આચાર સંહિતા મુજબ ટીમના કેપ્ટન અજિક્ય રહાણેને ૧૨ લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો કે રાજસ્તાને મુંબઈ સામે મેચ જીતીને પ્લેઓફ માટેની પોતાની આશાઓ જીવંત રાખી છે. જ્યારે મુંબઈનો માર્ગ હવે મુશ્કેલ બની ચુક્યો છે. રાજસ્થાને હવે આવતીકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચ રમવાની છે. આ મેચ બન્ને ટીમો માટે કરો યા મરોની સ્થિતી સમાન બની રહેશે. જેને લઈને આવતીકાલે બન્ને ટીમો પોતાની મેચ જીતવા માટે પ્રયત્ન કરશે. જેને જોતા આ મેચ મહત્વપુર્ણ બની રહેશે.

(5:40 pm IST)