Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સુર્યકુમાર યાદવે આઈપીએલમાં બનાવ્યો આ રેકોર્ડ

નવી દિલ્હી: ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સના સલામી બેટ્સમેન સુર્યકુમાર યાદવે પોતાના નામે એક રેકોર્ડ નોંધાવ્યો છે. યાદવે રાજસ્થાન રોયલ સામે રવિવારે રમાયેલ મેચમાં 31 બોલ 38 રન બનાવ્યા હતા. આ રણથી તેને આઈપીએલના 11માં ચરણમાં અત્યાર સુધી 12 મેચોમાં 473 રન બનાવીને આઈપીએલમાં એક સ્તરમાં સૌથી વધુ રન બનાવનાર અનકેપ્ડ ખેલાડીમાં સ્થાન મેળવ્યું  છે. એકેપ્ડ ખેલાડીએ એટલે જેને એક પણ આંતરરાષ્ટ્રીય ટીમ માટે કોઈ મેચ ના રમી હોય. આ મામલામાં ત્રીજા સ્થાન પર શ્રેયસ અય્યર અને ચોથા સ્થાન પર મનદીપ સિંહ છે. અય્યરે 2015માં 439 રન અને મંદીપે 2012માં 432 રન બનાવ્યા હતા.

 

(5:39 pm IST)