Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

IPL -2018 : રસાકસી બાદ ચેન્નાઇ સુપર કિંગ્સનો 4 રને પરાજય : રોમાંચક મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબનો વિજય

મોહાલીઃ આઈપીએલની 12મી ચોમાંચક મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે ચેન્નઈ સુપર કિંગ્સને 4 રને હરાવ્યું છે. અંતિમ બોલ સુધી મેચ રોમાંચક બનેલી મેચમાં પંજાબે વિજય મેળવ્યો હતો ચેન્નઈના કેપ્ટન  ધોનીએ શાનદાર બેટિંગ કરી હતી. ધોનીએ 44 બોલમાં 79 રન બનાવ્યા હતા. તેણે 6 ફોર અને 5 સિક્સ ફટકારી હતી.
   પંજાબે  આપેલા 198 રનનો લક્ષ્ય હાસિલ કરવા માટે ચેન્નઈ તરફતી મુરલી વિજય અને શેન વોટસને ઈનિંગની શરૂઆત કરી હતી. આ બંન્ને ખેલાડીઓ ચેન્નઈનો સારૂ શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. મેચની બીજી ઓવરના અંતિમ બોલે શેન વોટસન માત્ર 11 રન બનાવી મોહિત શર્માનો શિકાર બન્યો હતો. ટીમનો સ્કોર 39 રને પહોંચ્યો ત્યારે મુરલી વિજય (12)ને ટાયે પેવેલિયન મોકલીને ચેન્નઈને બીજો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ ગત મેચનો હીરો શેમ બિલિંગ્સ ક્રિઝ પર આપ્યો હતો. પરંતુ તે પણ આ વખતે મોટી ઈનિંગ રમવામાં અસફળ રહ્યો હતો. તેને અશ્વિને એલબીડબલ્યૂ આઉટ કર્યો હતો. બિલિંગ્સે 9 રન બનાવ્યા હતા. 
   ત્યારબાદ કેપ્ટન ધોની અને રાયડુએ 57 રનની ભાગીદારી કરી હતી. રાયડુ શાનદાર ફોર્મમાં હતો પરંતુ ઝડપી રન લેવાના ચક્કરમાં અશ્વિનના શાનદાર થ્રો દ્વારા તે રન આઉટ થયો હતો. રાયડુએ 35 બોલમાં 49 રન બનાવ્યા હતા. જેમાં 5 ફોર અને 1 સિક્સનો સમાવેશ થાય છે. રાયડુના આઉટ થયા બાદ જાડેજા બેટિંગ કરવા માટે આવ્યો હતો. જાડેજા અને ધોની વચ્ચે પણ 50 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન ધોનીએ પોતાની અર્ધસદી પુરી કરી હતી. જાડેજા 13 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. 
   આ પહેલા આઈપીએલના 12માં મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે પોતાના ઘરમાં ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ પ્રથમ બેટિંગ કરતા જીત માટે 198 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. પંજાબે નિર્ધારિત ઓવરોમાં 7 વિકેટના નુકસાન પર 197 રન બનાવ્યા હતા. પંજાબની તરફતી વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે શાનદાર અડધી સદી ફટકારી હતી. તે સિવાય ઓપનર કે.એલ. રાહુલે 22 બોલમાં 37 રનની ઝડપી ઈનિંગ રમી હતી. મયંક અગ્રવાલે 30 અને કરૂણ નાયરે 29 રન બનાવ્યા હતા. 
ચેન્નઈ સુપરકિંગ્સ તરફતી ઇમરાન તાહિર અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી. હરભજન સિંહ, શેન વોટસન અને ડ્વેન બ્રાવોને એક-એક સફળતા મળી હતી. કેપ્ટન આર અશ્વિને ઉપયોગી 14 રન બનાવ્યા હતા.
આ પહેલા રાહુલ અને ક્રિસ ગેલે પંજાબને ધમાકેદાર શરૂઆત આપી હતી. પંજાબના આક્રમક ઓપનર ગેલે 23 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી. આ સીઝનમાં તેનો પ્રથમ મેચ હતો અને તેણે પ્રથમ મેચમાં સાબિત કરી દીધું કે તેને પ્રથમ બે મેચમાં બહાર રાખવાનો નિર્ણય અયોગ્ય હતો. ગેલ 33 બોલમાં 63 રન બનાવી આઉટ થયો હતો. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ગેલને શેન વોટસને આઉટ કર્યો હતો. રાહુલે 37 રનની ઈનિંગમાં 7 ચોગ્ગા ફટકાર્યા, તેને હરભજને આઉટ કર્યો હતો. 
ત્યારબાદ ઇમરાન તાહિરે સતત બે બોલમાં મયંક અગ્રવાલ અને એરોન ફિન્ચને આઉટ કરીને પંજાબને મોટો ઝટકો આપ્યો હતો. તાહિર હેટ્રિક ચૂકી ગયો હતો. યુવરાજ સિંહ (20)ના રૂપમાં પંજાબની પાંચમી વિકેટ પડી હતી. યુવરાજે 13 બોલમાં ત્રણ બાઉન્ટ્રી ફટકારી હતી. તેની વિકેટ શાર્દુલ ઠાકુરે ઝડપી હતી. આર.અશ્વિન (14)ના રૂપમાં પંજાબની છઠ્ઠી વિકેટ પડી હતી. કરૂણ નાયર (29)ને બ્રાવોએ આઉટ કર્યો હતો. 

(12:27 am IST)
  • વિશ્વહિન્દુ પરિષદ ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી પ્રવીણ તોગડીયા ચૂંટણીમાં હારી જતા રાજકોટમાં તેમના સમર્થકો નારાજ થયા છે. રાજકોટમાં તોગડીયાના અમુક સમાર્થકોએ નારાજ થઇ રાજીનામુ આપવાની ચિમકી ઉચ્ચારી છે. રાજકોટ મહાનગર પૂર્વવિભાગના પ્રમુખ જેન્તીભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે. પ્રવીણ તોગડીયા વિના વીએચપીમાં કામ કરવું મુશ્કેલ છે તેવુ જયંતીભાઈ પટેલનું કહેવું છે. તમને જણાવી દઇએ કે, જયંતીભાઈ છેલ્લા 25 વર્ષ થી વીએચપી સાથે જોડાયેલા છે. ત્યાં જ અમદાવાદમાં ચુંટણી પરિણામ બાદ VHP કાર્યકરો નારાજ થઇ ગયા હતાં અને મોટી સંખ્યામાં કાર્યકરોએ દેખાવો કર્યા હતાં. access_time 12:42 am IST

  • ભિલોડાના વાંકાનેરમાં અસામાજિક તત્વોનો આતંક :વાંકાનેર સ્ટેટના જાગીરદાર ધિરાજસિંહજીની પ્રતિમા ખંડિત કરાઈ :પ્રતિમા પર ટાયર સળગાવીને ભાલો અને તલવાર ચોરી ગયા : ગ્રામલોકો દ્વારા ભિલોડા પોલીસને જાણ કરાઈ access_time 7:04 pm IST

  • રર દિવસ પહેલાં આણંદ જીલ્લાના પેટલાદ તાલુકાના વિરસદ નજીક આમીયાદ પાસેથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયેલી યુવતી પર તેના જ મિત્રએ સુરતથી મુંબઈના પ્રવાસ દરમિયાન સ્લીપર કલાસ બસમાં ચાલુ બસે બંધ લાઈટ અને અંધકારનો લાભ લઈને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ચોંકાવનારી ઘટના બનતાં વિરસદ પોલીસે ઘટના અંગે યુવતીની ફરીયાદના આધારે હેવાન બનીને દુષ્કર્મ ગુજારનાર સોલંકી નામધારી મિત્રની સામે ગુનો નોંધીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. access_time 12:40 am IST