Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

બેંગ્લોર ટીમ ઉપર રાજસ્થાન રોયલ્સની ૧૯ રને જીત થઇ

વિરાટ કોહલીની ટીમની વધુ એક હાર : રાજસ્થાન રોયલ્સ ટીમના ૨૧૭ની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ૧૯૮ રન બનાવી શકી : વિરાટ કોહલીના ૫૭

બેંગ્લોર,તા. ૧૫ : બેંગ્લોરમાં આજે ઇન્ડિયન પ્રિમિયર લીગની ૧૧મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર હાઈસ્કોરિંગ મેચમાં ૧૯ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે ચાર વિકેટ ગુમાવીને ૨૦૧૭ રનનો જુમલો ખડક્યો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી સેમસને ૪૫ બોલમાં બે ચોગ્ગા અને ૧૦ છગ્ગાની મદદથી અણનમ ૯૨ રન બનાવ્યા હતા. જ્યારે બેન સ્ટોકે ૨૭, બટલરે ૨૩ અને રહાણેએ ૩૬ રન બનાવ્યા હતા. ૨૦૧૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ક્યારે પણ મેચ જીતવાની સ્થિતિમાં દેખાઈ ન હતી. વિરાટ કોહલીએ સૌથી વધુ ૫૭ રન બનાવ્યા હતા. ૨૦ બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી કોહલીએ આ રન બનાવ્યા હતા. જો કે, મનદીપે ૨૫ બોલમાં અણનમ ૪૭ રન બનાવ્યા હતા. વોશિંગ્ટન સુંદર પણ ૩૫ રન કરી શક્યો હતો. કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સનો હારનો સિલસિલો જારી રહ્યો છે. એક મેચમાં જીત સિવાય બાકીની મેચોમાં તેમનો દેખાવ નબળો રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય રોયલ્સ દ્વારા કરવામાં આવ્યો હતો. આરઆરની ટીમે અગાઉની મેચમાં નિષ્ફળતાને પાછળ છોડીને આજે જોરદાર બેટિંગ કરી હતી. ખાસ કરીને સેમસને ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી હતી.

સેમસનની બેટિંગ...

રન.................................................................. ૯૨

બોલ................................................................. ૪૫

ચોગ્ગા.............................................................. ૦૨

છગ્ગા............................................................... ૧૦

સ્ટ્રાઇક રેટ................................................. ૨૦૪.૪૪

સ્કોરબોર્ડ : મુંબઈ

 

 

રાજસ્થાન રોયલ્સ :

 

 

રહાણે

કો. યાદવ બો. વોક્સ

૩૬

શોર્ટ

કો. ડીકોક બો. ચહેલ

૧૧

સેમસન

અણનમ

૯૨

સ્ટોક્સ

બો. ચહેલ

૨૭

બટલર

કો. કોહલી બો. વોક્સ

૨૩

ત્રિપાઠી

અણનમ

૧૪

વધારાના

 

૧૪

કુલ

(૨૦ ઓવરમાં ૪ વિકેટે)

૧૯૪

પતન  : ૧-૪૯, ૨-૫૩, ૩-૧૦૨, ૪-૧૭૫.

બોલિંગ : વોશિંગ્ટન : ૪-૦-૩૦-૦, વોક્સ : ૪-૦-૪૭-૨, યાદવ : ૪-૦-૫૯-૦, ચહેલ : ૪-૦-૨૨-૨, ખેજરોલિયા : ૩-૦-૪૦-૦ : નેગી : ૧-૦-૧૩-૦

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર :

 

 

મેક્કુલમ

કો. સ્ટોક્સ બો. ગૌથમ

૦૪

ડીકોક

કો. ઉનડકટ બો. શોર્ટ

૨૬

કોહલી

કો. શોર્ટ બો. ગોપાલ

૫૭

ડિવિલિયર્સ

કો. ઉનડકટ બો. ગોપાલ

૨૦

મનદીપ

અણનમ

૪૭

નેગી

કો. બટલર બો. લાફલિંગ

૦૩

વોશિંગ્ટન સુંદર

બો. સ્ટોક્સ

૩૫

વોક્સ

અણનમ

૦૦

વધારાના

 

૦૬

કુલ

(૨૦ ઓવરમાં ૬ વિકેટે)

૧૯૮

પતન : ૧-૪, ૨-૮૧, ૩-૧૦૧, ૪-૧૧૪, ૫-૧૨૬, ૬-૧૮૨

બોલિંગ : ગૌથમ : ૪-૦-૩૬-૧, કુલકર્ણી : ૧-૦-૧૪-૦, ઉનડકટ : ૩-૦-૩૫-૦, સ્ટોક્સ : ૩-૦-૩૨-૧, ગોપાલ : ૪-૦-૨૨-૨, શોર્ટ : ૧-૦-૧૦-૧, લાફલિંગ : ૪-૦-૪૬-૧

(9:35 pm IST)