Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

આઈપીએલ : પોઈન્ટ ટેબલ

વર્તમાન ચેમ્પિયન મુંબઈ સૌથી છેલ્લા ક્રમે

         કોલકતા, તા.૧૫ :કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે આવતીકાલે ઇન્ડિયન પ્રિમિયર લીગમાં મહત્વપૂર્ણ મેચ રમાનાર છે. આઇપીએલની તમામ મેચોમાં જોરદાર રોમાંચ રહ્યો છે અને મેચો અંતિમ ઓવર સુધી પહોંચી છે. આવી સ્થિતિમાં આવતીકાલે દિનેશ કાર્તિકના નેતૃત્વમાં કોલકાતા નાઇટ રાઇડર્સ જોરદાર દેખાવ કરવા પ્રયાસ કરશે. બીજી બાજુ જેસન રોય ફોર્મમાં આવી જતાં ગૌત્તમ ગંભીરના નેતૃત્વમાં દિલ્હીની ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. જેસન રોયે છેલ્લી મેચમાં મુંબઈ સામે છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવીને પોતાની ટીમને જીત અપાવી હતી. કેકેઆરની હવે દિલ્હી સામે કસોટી થશે. મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી.  કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. 

ટીમ

મેચ

જીત

હાર

પોઈન્ટ

રનરેટ

સનરાઈઝ હૈદરાબાદ

૦.૭૭૨

ચેન્નાઈ સુપર કિંગ્સ

૦.૨૫૪

કિંગ્સ ઇલેવન પંજાબ

૦.૦૬૪

કોલકાતા નાઇટ રાઇડર્સ

-૦.૦૫૧

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

-૦.૦૬૮

દિલ્હી ડેરડેવિલ્સ

-૦.૪૬૧

રાજસ્થાન રોયલ્સ

-૧.૦૬૫

મુંબઇ ઇન્ડિયન્સ

-૦.૧૭૪

(7:50 pm IST)