Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

આઇપીએલ-ર૦૧૮ દરમિયાન મુંબઇ ઇન્‍ડિયન્‍સને રિતિકા, શ્‍લોકા અને આકાશે હર્ષેભેર ચિયર કરતા કેમેરામાં કેદ થયા

લડન :  IPL સીઝન ૧૧ ની શનિવારે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી ડેરડેવિલ્સની વચ્ચે મેચ રમાઈ હતી. મેચ દરમિયાન મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ દર્શકોથી ખચાખચ ભરેલું હતું. હજારોની સંખ્યામાં દર્શકો તેમની ટીમોને ચીયર કરવા પહોચ્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહ પણ તેના પતિનો ઉત્સાહ વધારવા માટે વાનખેડે સ્ટેડીયમ પહોચી હતી.

આ સિવાય મુંબઈ ઇન્ડિયન્સના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી તેમની મંગેતર શ્લોકા મહેતા પણ ટીમને ચીયર કરવા પહોચ્યા હતા. મુંબઈની ટીમે શનિવારે આ લીગની ૧૧ મી સીઝનની ત્રીજી મેચ રમી હતી તો બીજી તરફ, દિલ્હીની ટીમની પણ આ ત્રીજી મેચ હતી. જેમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ હારી હતી.

ઉલ્લેખનીય છે કે, આકાશ અંબાણી અને શ્લોક મહેતાની સગાઈ ૨૪ માર્ચે ગોવામાં થઇ હતી. આ ખુશીના અવસર પર ૨૬ માર્ચે અંબાણી પરિવારે એક ગ્રાંડ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. આ સેલિબ્રેશનમાં ઘણી હસ્તીઓ હાજર રહી હતી. શ્લોકા અને આકાશે પાર્ટીમાં કેક કટિંગ કરી અને સેલિબ્રેશન કર્યું હતું.

આકાશ અંબાણીની ડાયમંડ બિઝનેશમેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે એન્ગેજમેન્ટ થઇ હતી અને આ ઇવેન્ટને વધારે ખાસ બનાવવા માટે અંબાણી પરિવાર તરફથી બોલિવુડ, રાજનીતિ અને ક્રિકેટ જગતની હસ્તીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

(4:43 pm IST)