Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

વિશ્વના નંબર 1 કિદાંબીનું ગોલ્ડ મેડલનું સ્વપ્ન રોળાયું : મલેશિયાના લી ચોંગ વીએ મ્હાત આપી

કોમનવેલ્થ ગેમ્સમાં કિદાંબી શ્રીકાંતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો

દુનિયાના નંબર એક મેન્સ બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતનું ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટયું છે. ત્રણ સેટ ચાલેલા મુકાબલામાં મલેશિયાના ખેલાડી લી ચોંગ વીએ 21 વિરુદ્ધ 19, 14 વિરુદ્ધ 21 અને 14 વિરુદ્ધ 21થી શ્રીકાંતને મ્હાત આપી છે. શ્રીકાંત પહેલા સેટમાં જીત મેળવ્યા બાદ બાકીના બે સેટમાં સારું પ્રદર્શન જાળવી શક્યા નહીં અને તેની હાર થઈ છે. જેને કારણે કોમનવેલ્થ ગેમ્સમાં કિદાંબી શ્રીકાંતને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો છે.

 

(1:04 pm IST)