Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમ મેડલ ચુકી...

નવી દિલ્હી: ભારતની મેન્સ ચેસ ટીમ આખરી અને ખરાખરીના મુકાબલામાં રશિયા સામે .-.૫થી હારી જતાં વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશીપમાં મેડલ ચૂકી ગયું હતુ. ભારતની મેન્સ ટીમ નવ રાઉન્ડના અંતે ચોથા ક્રમે રહી હતી. રશિયાએ તો એક રાઉન્ડ બાકી હતો, ત્યારે ગોલ્ડ મેડલ નિશ્ચિત કરી લીધો હતો. જ્યારે ઈંગ્લેન્ડે સ્વિડનને હરાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. ચીનને બ્રોન્ઝ મેડલ મળ્યો હતોજો ભારતની મેન્સ ટીમ આખરી મુકાબલામાં રશિયા સામે -૨થી બાજી ડ્રો કરી લે તો પણ ટીમને બ્રોન્ઝ મળે તેમ હતો. જ્યારે સિલ્વર જીતવા માટે ભારતે રશિયાને હરાવવું પડે તેમ હતુ, પણ ભારત હારતાં મેડલ ચૂકી ગયું હતુ. વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશીપમાં ચાર જુદા-જુદા બોર્ડ પર દરેક દેશના ચાર-ચાર ખેલાડીઓ આમને-સામને રમે અને તેના પરિણામોના આધારે ટીમનો કુલ સ્કોર ગણાય.નેશનલ ચેસ ચેમ્પિયન અરવિન્ધ ચિથમ્બરમને રશિયાના ડિમિટ્રી એન્ડ્રેકિન સામે જીતવાની તક સાંપડી હતી, પણ તે તેને ઝડપી શક્ય નહતો અને બાજી ડ્રો થઈ હતી. સૂર્ય ગાંગુલીને પણ ઈયાન નેપોમ્નીચટ્ચી સામેની બાજી ડ્રો કરવી પડી હતીટોપ બોર્ડમાં ભારતના બી.અધિબાને સર્ગેઈ કાર્જાકિન સામેની બાજી ડ્રો કરી હતી. જોકે એસ.પી. સેતુરમન એલેક્ઝાન્ડર ગ્રિસ્ચુક સામે થર્ડ બોર્ડમાં હારી ગયો હતો. કારણે ભારતની મેડલ જીતવાની આશાનો અંત આવી ગયો હતો. રશિયા ૧૬ પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યું હતુ. જ્યારે ઈંગ્લેન્ડ ૧૩ પોઈન્ટ સાથે સિલ્વર અને ચીન ૧૨ પોઈન્ટ સાથે બ્રોન્ઝ વિજેતા બન્યું હતુ. જ્યારે ભારત ૧૧ પોઈન્ટ્સ સાથે ચોથા ક્રમે રહ્યું હતુ.

(6:15 pm IST)