Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

ન્યૂઝીલેન્ડની લુસી ડુલનએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

નવી દિલ્હી: ન્યૂ ઝીલેન્ડના ઑલ-રાઉન્ડર લ્યુસી  ડુલનએ 14 વર્ષીય કારકિર્દી પછી શુક્રવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.31 વર્ષીયડુલનએ ફેબ્રુઆરી 2013 માં ન્યુઝિલેન્ડ માટે અંતિમ મેચ રમી હતી જોકે તેમણે સતત વેલિંગ્ટન બ્લેઝ માટે સ્થાનિક ક્રિકેટ રમી રહ્યા હતા. તેમણે વર્ષ 2002 માં તેમની ક્લબ ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી.વેલિંગ્ટન બ્લેઝના તેમના ક્લબની પ્રશંસા કરતી વખતે, તેણે કહ્યું કે મને ક્રિકેટ વેલિંગ્ટન તરફથી મળેલો ટેકો અદ્ભુત હતો. મેં 18 વર્ષની વયે વેલિંગ્ટન માટે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. વેલિંગ્ટનની મહિલા ક્રિકેટને સમર્થન આપવાનો માર્ગ સમગ્ર દેશમાં એક ઉદાહરણ છે.

(6:12 pm IST)