Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સાઇના નેહવાલ પર બનનારી બાયોપિક ફિલ્‍મમાં શ્રદ્ધા કપૂરની જગ્‍યાઅે પરિણીતી ચોપડાને લેવાશે

નવી દિલ્હીઃ બોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર'ને લઈને ચર્ચામાં છે. આ વચ્ચે શ્રદ્ધા માટે એક ખરાબ સમાચાર છે કે તેની પાસેથી સાઇના નેહવાલની બાયોપિક નિકળી ગઈ છે. ડીએનએમાં છપાયેલા એક સમાચાર પ્રમાણે શ્રદ્ધાની જગ્યાએ હવે આ ફિલ્મમાં પરિણીતિ ચોપડાને સાઇન કરવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે શ્રદ્ધા કપૂર બીજા કામમાં વ્યસ્ત હોવાને કારણે પ્રોડક્શન ટીમને પરિણીતિ સાથે કામ કરવાનું વધારે યોગ્ય લાગ્યું છે.

શ્રદ્ધાએ અમોલ ગુપ્લેના દિગ્દર્શનમાં બની રહેલી આ બાયોપિક ફિલ્મની શૂટિંગ વર્ષ 2018માં સપ્ટેમ્બરમાં શરૂ કરી હતી, પરંતુ ત્યારબાદ ફિલ્મના શૂટિંગમાં મોડુ થઈ રહ્યું હતું. પહેલા શ્રદ્ધા ડેન્ગ્યૂને કારણે બિમાર પડી ગઈ, ત્યારબાદ તે સ્ટ્રીટ ડાન્સરની શૂટિંગમાં વ્યક્ત થઈ ગઈ અને આ વચ્ચે સાહોનું શેડ્યૂલ પણ શરૂ થઈ ગયું. તેવામાં ભૂષણ કુમાર પ્રોડક્શને શ્રદ્ધાને રિપ્લેસ કરીને પરિણીતિ ચોપડાને સાઇન કરી લીધી છે.

ફિલ્મના પ્રોડ્યૂસર ભૂષણ કુમારે વાતચીતમાં કહ્યું કે, અમે સાઇનાને આ વર્ષે પૂરી કરવા ઈચ્છીએ છીએ જેથી તેને વર્ષ 2020માં સિલીઝ કરી શકાય. આ વિશે અમે વાત કરીને પરિણીતિ ચોપડાને સાઇન કરી લીધી છે. સાઇનાએ ઓલમ્પિકમાં જીત મેળવીને તમામ દેશવાસીઓને ગૌરવ અપાવ્યું હતું.

પરિણીતિ ચોપડાએ ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, હું હંમેશા સ્પોર્ટ સ્ટોરી પર આધારિત ફિલ્મમાં કામ કરવા ઈચ્છતી હતી. હું આ ફિલ્મ મળવાથી ખુબ ખુશ છું કે મને એક પાવરફુલ યુવતીની ભૂમિકા નિભાવવાની તક મળી રહી છે. હું સાઇનાની ભૂમિકા ભજવવા માટે ખૂબ મહેનત કરીશ જેથી તેની છબીને પડદા પર ઉતારી શકું.

(4:29 pm IST)
  • અરવલ્લીમાં બાઈક ઝાડ સાથે અથડાતા એક યુવાનનું મોત : ૧ ગંભીર : હિલોડાના ભાણમેર ગામ પાસે બનેલી ઘટના : ગંભીર રીતે ઘાયલ યુવાન સારવાર હેઠળ access_time 6:10 pm IST

  • ગીતા પટેલને ધાંગ્રધા બેઠક ઉપરથી લડાવોઃ હાર્દિકની કોંગ્રેસ સમક્ષ માંગ : ગીતા પટેલ છે હાર્દિકના સાથી : હાર્દિક પટેલે ગીતા પટેલ માટે કરી ટીકીટની માંગણીઃ ગીતા પટેલ માટે ધાંગ્રધા બેઠક પરથી ટિકીટની માગ access_time 3:57 pm IST

  • અમૃતસરના કેટલાક વિસ્તારોમાં મધરાત્રે મોટા ધડાકાઃ ગભરાટઃ અમૃતસરમાં ગઇ મોડી રાત્રે દોઢ વાગે કેટલાક વિસ્તારોમાં ધડાકાઓના મોટા અવાજોથી ઘરોની દિવાલો ધ્રુજી ઉઠી હતી. લોકો ભારે ગભરાઇ ગયેલ અને ભારત-પાકિસ્તાન જંગ છેડાયાની ચર્ચા થવા લાગેલ. જો કે પોલીસ આવા વિસ્ફોટોનો ઇન્કાર કરી રહેલ છે અને કોઇ આવા રિપોર્ટ નોંધાયા ન હોવાનું કહેે છે. પરંતુ લોકોમાં ભારે ભય છે. પોલીસે લોકોને નહી ગભરાવા અને અફવાથી બચવા કહયું છે. સોશ્યલ મીડીયા ઉપર અનેક લોકોએ ધડાકા અંગે લખ્યું છે. access_time 11:27 am IST