Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

દીપા કર્મકાર જિમ્નૈસ્ટિક વિશ્વકપના ફાઇનલમાં

કવોલિફાઇંગ રાઉન્ડમાં ત્રીજા સ્થાન પર રહીને વોલ્ટ સ્પર્ધાના ફાઇનલમાં પ્રવેશ કર્યો : પ્રથમ વખત સૌથી મુશ્કેલ 'હેન્ડક્રાફટ ૫૪૦ વોલ્ટ'માં હાથ અજમાવ્યો હતોઃ કાલે ફાઇનલ

 બાકૂ (અઝરબેજાન): ભારતની દીપા કર્મકારે કલાત્મક જિમ્નાસ્ટિક વિશ્વકપના કવોલિફાઇંગ રાઉન્ડમાં ત્રીજા સ્થાન પર રહેલી વોલ્ટ સ્પર્ધાના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ૨૫ વર્ષીય દીપાએ સ્પર્ધામાં પ્રથમવાર સૌથી મુશ્કિલ 'હૈન્ડફન્ટ' ૫૪૦ વોલ્ટ'માં હાથ અજમાવ્યો હતો. તેમાં તેણે બે કવોલિફાઇંગ રાઉન્ડમાં વોલ્ટમાં ૧૪.૪૬૬ અને ૧૪.૧૩૩ પોઈન્ટ મેળવીને એવરેજ ૧૪.૨૯૯ પોઈન્ટ હાસિલ કર્યા હતા.

 અમેરિકાની જેડ કૈરેએ કવોલિફાઇંગ રાઉન્ડમાં ૧૦.૭૦ની એવરેજથી પ્રથમ સ્થાન, જયારે મેકિસકોની એલેકસા મોરેનોએ ૧૪.૫૩૩ પોઈન્ટની સાથે બીજુ સ્થાન હાસિલ કર્યું છે. કવોલિફિકેશન બેમાં ટોપ આઠમાં રહેનારી જિમ્નૈસ્ટ ફાઇનલમાં રમે છે. વોલ્ટ ફાઇનલ શનિવારે રમાશે. રિયો ઓલમ્પિક ૨૦૧૬માં ચોથા સ્થાન પર રહેનારી દીપા શુક્રવારે બૈલેંસ્ડ બીમ સ્પર્ધામાં પણ ભાગ લેશે.

 ભારતીય જિમ્નૈસ્ટિકસ મહાસંદ્યના ઉપાધ્યક્ષ રિયાઝ ભાટીએ કહ્યું, દીપાનું પ્રદર્શન સારૂ રહ્યું. આપણે આશા રાખવી જોઈએ કે તે શનિવારે ફાઇનલ બાદ પોડિયમ સ્થાન પર રહે અને ઓલમ્પિક કવોલિફિકેશન તરફ એક પગલું આગળ વધારે.

  દીપાએ ગત વર્ષે નવેમ્બરમાં જર્મનીના કોટબસમાં કલાત્મક જિમ્નૈસ્ટિક વિશ્વકપની વોલ્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઘુંટણની ઈજામાંથી બહાર આવ્યા બાદ આ તેની પ્રથમ ટૂર્નામેન્ટ હતી.

(3:46 pm IST)