Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ફિફા રેન્કિંગમાં ભારતે ટોપ-100માં મેળવ્યું સ્થાન

નવી દિલ્હી:ભારતીય ફૂટબોલ ટીમે તાજેતરમાં પોતાના સારા ફોર્મના લીધે ફિફા દ્વારા જાહેર કરવામાં આવેલ રેન્કિંગમાં ટોપ-100માં સ્થાન મેળવ્યું છે. છેલ્લા બે વર્ષમાં ભારતીય ટીમે સારું  પ્રદશન કર્યું છે જેના લીધે ફિફા રેન્કિંગમાં 99મુ સ્થાન મેળ્યું છે. વર્ષ 2018માં પહેલીવાર ભારતીય ટીમ 100માં સ્થાન બનાવવા સફળ રહી છે.ગયા મહિને ટીમ 102માં સ્થાન પર હતી. પરંતુ છ અંક મેળવીને ટીમે ટેન્કીન્ગમાં ફાયદો કર્યો છે. ભારતે અત્યાર સુધી 339 અંક મેળવ્યા છે.  વિશ્વ રેન્કિંગમાં પહેલા સ્થાન પર જર્મની છે ત્યાર પછી બ્રાજીલ, પુર્તગાલ, આર્જેટીના અને બેલ્જીયમનો નંબર આવે છે.

(5:44 pm IST)