Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

IPL 2020ની 13મી સીઝનનો કાર્યક્રમ જાહેર:29મી માર્ચે મુંબઈ ઈન્ડિયસ અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે પહેલી મેચ

5 એપ્રિલ, 12 એપ્રિલ, 19 એપ્રિલ, 26 એપ્રિલ, 3 મે, 10 મેના રોજ બે-બે મુકાબલા રમાડશે

મુંબઈ : ભારતીય ક્રિકેટ પ્રશંસકો વિશ્વની સૌથી મોટી ટી-20 લીગ એટલે કે આઈપીએલનો  લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, હવે 13મી સીઝનની રાહ જોવાઈ રહી છે. આઈપીએલની આગામી સીઝન માર્ચમાં શરૂ થશે અને મે મહિના સુધી રમાશે. આ વખતે આઈપીએલની પહેલી મેચ 29 માર્ચે રમાશે જ્યારે આ લીગનું સમાપન 17 મેના રોજ થશે.

   આઈપીએલની 13મી સીઝનની પહેલી મેચ હાલની વિજેતી ટીમ મુંબઈ ઈન્ડિયસ અને ઉપ વિજેતા બનેલી ટીમ ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે રમાશે. આ મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાશે. આ વખતે આઈપીએલમાં કુલ 60 મેચ રમાડવામાં આવશે. રોહિત શર્માની આગેવાનીમાં ચાર વખત વિજેતા બનેલી મુંબઈની પહેલી મેચ ધોનીની કેપ્ટનશિપમાં ત્રણ વખત વિનર બનેલી ટીમ ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે રમાશે. પહેલો દિવસ એટલે કે 29 માર્ચે મુંબઈ અને ચેન્નાઈની વચ્ચે મેચથી શરૂઆત થશે.

   આ સીઝનમાં 5 એપ્રિલ, 12 એપ્રિલ, 19 એપ્રિલ, 26 એપ્રિલ, 3 મે, 10 મેના રોજ બે-બે મુકાબલા રમાડવામાં આવશે. આખી સીઝનમાં આ વખતે માત્ર રવિવારે જ બે-બે મેચોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય દિવસોમાં એક એક મેચ જ રમાડવામાં આવશે. આઈપીએલના સમયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. જે દિવસે બે મુકાબલા હશે તે જ દિવસે પહેલી મેચ સાંજે ચાર વાગ્યાથી જ્યારે બીજી મેચ રાત્રે 8 વાગ્યાથી રમાડવામાં આવશે. અને જે દિવસે એક મેચ હશે તે રાત્રે 8 વાગ્યાથી રમાડવામાં આવશે.

(12:13 am IST)