Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

દક્ષિણ આફ્રિકાએ પાકિસ્‍તાન ક્રિકેટ પ્રવાસ પર જવાની ના પાડી દીધીઃ ખેલાડીઓ ઉપર પડતા વર્કલોડનું કારણ આગળ ધર્યું

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનના પ્રવાસે જવાની ના પાડી દીધી છે. તેણે ભારત પ્રવાસ બાદ આગામી મહિને પ્રસ્તાવિત 3 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો માટેનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. પ્રવાસ રદ કરવા પાછળ દક્ષિણ આફ્રિકાએ ખેલાડીઓ પર પડતા વર્કલોડનું કારણ આગળ ધર્યુ છે.

ઈએસપીએનક્રિકઈન્ફોના જણાવ્યાં મુજબ આ પ્રવાસનું આયોજન હવે પછી એવા કોઈ સમયે કરાશે કે જે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (સીએસે) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) માટે યોગ્ય સમય મુજબ હોય.

દક્ષિણ આફ્રિકા ભારત પ્રવાસ દરમિયાન 12થી 18 માર્ચ સુધી 3 વનડે મેચોની સિરીઝ રમ્યા બાદ પાકિસ્તાનના પ્રવાસે જવાનું હતું. જ્યાં રાવલપિંડીમાં તેણે 3 ટી20 મેચોની સિરીઝ રમવાની હતી.

દક્ષિણ આફ્રિકાની ટીમ ઈંગ્લેન્ડથી ચાર મેચોની ટેસ્ટ અને ત્રણ મેચોની વનડે સિરીઝ બાદ હવે ટી20 સિરીઝ રમી રહી છે. ટીમ ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની મેજબાની કરવાની છે. જ્યાં ત્રણ મેચોની વનડે સિરીઝ ઉપરાંત એટલી જ ટેસ્ટ મેચ રમવાની છે.

(4:40 pm IST)