Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

યુવા મહિલા ક્રિકેટર શેફાલીની જીવન સફર સ્ટાર સ્પોર્ટસમાં દર્શાવાશે

શેફાલી તેના બિમારભાઇની જગ્યાએ યુવકો સાથે ક્રિકેટ મેચ રમેલી

મુંબઇ : દેશનું સૌથી મોટુ સ્પોર્ટસ બ્રોડકાસ્ટ સ્ટાર દ્વારા નવું અભિયાન શરૂ કરાયું છે જેમાં ૨૧મી ફેબ્રુઆરીના બપોરે ૧:૩૦ વાગ્યાથી શરૂ થનાર આઇસીસી મહિલા ટી-૨૦  વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમના ૧૬  વર્ષનાં ઓપનર શેફાલી  વર્મા જોવા મળશે.

હૈશટૈગ ટેક ઓન ધ વર્લ્ડમાં શેફાલીના નાનપણની થી તસ્વીરો જોવા મળશે. જેમાં ક્રિકેટ  પ્રત્યે તેમનો પ્રેમ અને તેના લક્ષ્ય ઉપર તેની ધગશ પ્રદર્શીત થશે. શેફાલીએ પહેલેથી જ નક્કી કરી લીધુ હતું કે તેને ભારતીય ટીમમાંથી રમવું છે. અને  તેના માટે ઘણી તકલીફોનો સામનો પણ કર્યો છે

આ ફિલ્મમાં તેમના જીવનમાં એવી ક્ષણ દર્શાવવામાં આવી છે કે તેના બિમાર ભાઇની જગ્યાએ યુવક સાથે રમવાની તક મ ળી હતી. દૃઢ નિશ્ચય અને વિશ્વાસ સાથે શેફાલીએ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો અને સ્થાનીક કલબમાં યુવકો સાથે ક્રિકેટ મેચ રમી હતી.

ત્યારબાદ શેફાલીના પિતા અને કોચ સંજીવ વર્માએ ક્રિકેટની તાલીમ આપી હતી. હરિયાણાની આ દસ વર્ષની દિકરી માટે આ કોઇ નાની વાત ન હતી. શેફાલીની સફર આસાન ન હતી. પરંતુ દરેક મુશ્કેલીઓનો સફળતા  પૂર્વક પાર કરી ૧૫ વર્ષની ઉંમરે સચિન તેંડુલકરને આદર્શ માનનાર શેફાલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફીફટી ફટકારનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બની છે.

(3:40 pm IST)