Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

આઇપીએલ બાદ દરેક ફોર્મેટમાંથી નિવૃતિ લેશે હરભજન સિંઘ ?

૧૦૩ ટેસ્ટમાં ૪૧૭, ૨૩૬ વન-ડેમાં ૨૬૯ અને ટી-૨૦માં ૨૫ વિકેટ લીધી છે

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના અંત બાદ હરભજન સિંહ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાનો હોવાની ચર્ચા ચાલી રહી છે. આઇપીએલ દરમ્યાન ઓંફ-સ્પિનર હરભજન તેના રિટાયરમેન્ટ પ્લાન વિશેની જાહેરાત કરશે.

 ૩૯ વર્ષનો હરભજન ઇન્ડિયા માટે છેલ્લે ૨૦૧૬માં એશિયા કપ ટીર૦માં યુનાઈટેડ આરબ એમિરેટ્સ સામે મેચ રમ્યો હતો. તેણે ચાર વર્ષના ગેપ બાદ ર૦૧૫માં ઝિમ્બાબ્વે સામેની વન-ડે મેચ દ્વારા ઇન્ડિયન ટીમમાં કમબેક કર્યું હતું. તે ૨૦૧૫માં ત્રણ વર્ષના સમયગાળા બાદ ટીર૦માં પાછો આવ્યો હતો.

 હરભજનની ટેસ્ટ-કેરીઅર ૧૯૯૮ના માર્ચથી ર૦૧૫ના ઓગસ્ટ દરમ્યાન કાર્યરત હતી. ૧૦૩ ટેસ્ટમાં હરભજને ૪૧૭ વિકેટ લીધી હતી, જેમાં રપ વાર પાંચ-પાંચ વિકેટ લીધી હતી. આ પ્રોસેસમાં તેણે ૧૪૫ ઇનિંગમાં રરર૪ રન કર્યાં હતા. તેણે ૨૩૬ વન-ડે મેચમાં ર૬૯ વિકેટ અને ૨૮ ટીર૦માં ર૫ વિકેટ લીધી છે. પંજાબના  ભૂતપૂર્વ કેપ્ટન હરભજન ૪૮ રણજી મેચ રમ્યો છે. તે ૨૦૦૮થી ર૦૧૭ સુધી મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યો હતો. ત્યાબાદ તે ૨૦૧૮થી ચેન્નઈ સુપર કિંગ્સમાંથી રમી રહ્યો છે.  

નજીકના સૂત્ર પાસેથી માહિતી મળી છે કે તે આ આઇપીએલ બાદ તમામ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છે.

(3:39 pm IST)