Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

કુંબલેસર પાસેથી હોય એટલું શીખવા માગું છું : બિશ્નોઈ

અન્ડર-૧૯ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટો લીધી હતી : આઈપીએલમાં પંજાબમાંથી રમશે

નવી દિલ્હી : બિશ્નોઈ હવે અનિલ કુંબલેના નેતૃત્વ હેઠળ તેનાથી શકય હોય તેટલુ શીખવા માગે છે. અન્ડર-૧૯ વર્લ્ડકપમાં સૌથી વધારે વિકેટ લેનાર રવિ બિશ્નોઈ હવે આઈપીએલ માટે તૈયારી કરી રહ્યો છે. રવિની પસંદગી કિંગ્સ ઈલેવન પંજાબમાં થઈ હોવાથી તે ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર અને કિંગ્સ ઈલેવન પંજાબના હેડ - કોચ અનિલ કુંબલે સાથે વધારે સમય વિતાવી શકશે. રવિએ કહ્યું હતું કે આઈપીએલ દરમિયાન અનિલ કુંબલેસર સાથે કવોલીટી ટાઈમ વિતાવવા હું ઘણો ઉત્સુક છું. હું તેમના દિમાગને સમજીને કંઈક નવું શીખવાનો પ્રયાસ કરીશ. શકય એટલો હું તેમની આસપાસ રહેવાનો પ્રયાસ કરીશ અને તેમના માર્ગદર્શન હેઠળ હું સારા એરીયામાં બોલીંગ કરવાની પ્રેકટીસ કરીશ.

(3:21 pm IST)