Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ભારતીય બોલરો ખીલ્યાઃ ન્યુઝીલેન્ડ ઈલેવન ૨૩૫માં ઓલઆઉટઃ ટીમ ઈન્ડિયા બીજા દાવમાં ૫૯/૦

હેમીલ્ટનમાં રમાઈ રહેલ પ્રેકટીસ મેચમાં બીજા દિવસે ન્યુઝીલેન્ડ ઈલેવનની ટીમ ૨૩૫ રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. બુમરાહ, ઉમેશ યાદવ, નવદીપ સૈનીને ૨-૨ અને મોહંમદ શમીને ૩ વિકેટ મળી છે. બીજા દાવમાં ભારતે વિનાવિકેટે ૫૯ રન બનાવી લીધા છે. પૃથ્વી શો ૩૫ અને મયંક અગ્રવાલ ૨૩ રને દાવમાં છે. કુલ લીડ ૮૭ રનની થઈ છે.

(11:21 am IST)
  • અમદાવાદમાં અનામતની ગુંચ વચ્ચે RSS ના પ્રમુખ મોહન ભાગવત સાથે વિજયભાઇ રૂપાણીની સાથે ૩૦ મીનીટ બેઠક ચાલી : મુખ્યમંત્રી વિજયભાાઇ રૂપાણી અને આરએસએસના વડા મોહન ભાગવત વચ્ચે ૩૦ મીનીટ બેઠક ચાલીઃ આરએસએસના નવા કાર્યાલયમાં યોજાઇ બેઠકઃ સમાજના તમામ વર્ગમાં સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે અંગે પગલા લેવા સુચનઃ રાજયની રાજકીય અને સામાજીક સ્થિતિ અંગે ચર્ચા access_time 12:50 pm IST

  • શપથ ગ્રહણ પહેલા અરવિંદ કેજરીવાલે ભાવિ કેબિનેટ સાથે ત્રણ મહિનાના એજન્ડા પર ચર્ચા કરી :સીએમ આવાસ પર ડિનર ટેબલ પર મુખ્યમંત્રી સાથે કેબિનેટ સહયોગીઓએ સરકારના ત્રણ મહિનાના કામોની યાદી પર વાતચીત કરી : ગ્લોબલ સીટી બનાવના રોડ મેપ પર પણ ચર્ચા થઇ access_time 1:10 am IST

  • પુલવામાં શહીદોની શહાદતને દિવસે કર્ણાટકના હુબલીમાં પાકિસ્તાન ઝિંદાબાદ ના નારા : કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા ત્રણે સ્ટુડન્ટ્સે નારા લગાવતા લોકોએ ધોકાવ્યા : પોલીસે ધરપકડ કરી access_time 7:13 pm IST