Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે ટીમની જાહેરાત થઇ

વિરાટ અને જસપ્રિતની એન્ટ્રી : કાર્તિક આઉટ : દિનેશ કાર્તિકને પડતો મુકી દેવાતા ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય

નવી દિલ્હી, તા. ૧૫ : ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બે મેચોની ટ્વેન્ટી શ્રેણી અને પાંચ વનડે મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. મુંબઈમાં મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદના નેતૃત્વમાં પસંદગી સમિતિની બેઠક મળી હતી જેાં ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બંને સિરિઝ માટે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન રાહુલની વાપસી થઇ છે જ્યારે દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવ્યો નથી પરંતુ તે ટી-૨૦ ટીમમાં સામેલ રહેશે. મુંબઈ ઇન્ડિયન્સના લેગસ્પીનર મયંક માર્કન્ડેનો ટ્વેન્ટી ટીમમાં સમાવેશ કરાયો છે. વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા પાસે આજ પાંચ વનડે મેચો બચી છે. આ સિરિઝને વર્લ્ડકપ માટે ડ્રેશરિહર્સલ તરીકે ગણવામાં આવે છે. આનાથી ટીમ ઇન્ડિયા માટે ચિત્ર સ્પષ્ટ થશે. બુમરાહે ઓસ્ટ્રેલિયાની સામે ત્રણ વનડે મેચોની શ્રેણી અને ન્યુઝીલેન્ડના પ્રવાસમાં નહીં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. રાહુલની ટ્વેન્ટી અને વનડે બંનેમાં એન્ટ્રી થઇ છે. દિનેશ કાર્તિકને પડતો મુકવામાં આવ્યા બાદ આને લઇને નારાજગીનું મોજુ પણ ફરી વળ્યું છે. ટીમમાં મયંક નવા ચહેરા તરીકે છે. ટ્વેન્ટી ક્રિકેટમાં કુલદીપને સામેલ કરવામાં આવ્યો હતો. કૌલ પ્રથમ બે વનડેમાં રમશે. બાકી ત્રણ વનડેમાં ભુવનેશ્વર રમશે. ખલીલ અને ગિલને સામેલ કરવામાં આવ્યા નથી. ભારતીય ટીમ નીચે મુજબ છે.

ટ્વેન્ટી શ્રેણી માટે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, શિખર ધવન, પંત, દિનેશ કાર્તિક, ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વિજય શંકર, યુજવેન્દ્ર, જસપ્રિત, ઉમેશ, સિદ્ધાર્થ અને મયંક

વનડે શ્રેણી માટે : કોહલી (કેપ્ટન), ધવન, રાયડુ, કેદરા જાધવ, ધોની, હાર્દિક, જસપ્રિત, સામી, યુજવેન્દ્ર, કુલદીપ, વિજય શંકર, પંત, સિદ્ધાર્થ કૌલ, રાહુલ, ભુવનેશ્વર,

(7:37 pm IST)