Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

ચેમ્પિયન્સ લીગમાં ક્વાર્ટર ફાઈનલ તરફ રિયલ મેડ્રિડની આગેકૂચ

નવી દિલ્હી: સ્પેનની હાઈપ્રોફાઈલ ફૂટબોલ કલબ રિયલ મેડ્રિડે -૧થી ડચ કલબ એજાક્સને હરાવીને ચેમ્પિયન્સ લીગમાં ક્વાર્ટર ફાઈનલ તરફ આગેકૂચ કરી હતી. રાઉન્ડ ઓફ ૧૬ના ફર્સ્ટ લેગ મુકાબલામાં ઘરઆંગણે રમી રહેલા એજાક્સે એક તબક્કે મેચમાં -૧થી બરોબરી મેળવી લીધી હતી. જોકે, તેમના ડિફેન્ડરો રિયલના આક્રમણની સામે ટકી શક્યા નહતા. મેચ પુરી થવાની ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે રિયલ મેડ્રીડે ગોલ ફટકાર્યો હતો, જે વિજયી સાબિત થયો હતો.રાઉન્ડ ઓફ ૧૬ના અન્ય એક ફર્સ્ટ લેગના મુકાબલામાં ઈંગ્લિશ ફૂટબોલ કલબ ટોટેનહામે એક તરફી મુકાબલામાં -૦થી બુ્રસીયા ડોર્ટમંડને મહાત કર્યું હતુવેમ્બલીમાં હોમગ્રાઉન્ડ પર રમી રહેલી ટોટેનહામ સ્પર્સ કલબ તરફથી ૪૭મી મિનિટે સોન હેઉંગ મીને ગોલ ફટકારતાં પ્રવાસી ડોર્ટમંડને ફટકો પહોંચાડયો હતો. ડોર્ટમંડે લડાયક દેખાવ કરતાં મેચમાં પાછા ફરવાની આશા જન્માવી હતી. જોકે તેમને ભાગ્યનો સહારો મળ્યો નહતો અને તેઓ ગોલ ફટકારી શક્યા નહતા. મુકાબલામાં આખરી સાત મિનિટમાં ટોટેટહામના સ્ટ્રાઈકર્સ ફરી ત્રાટક્યા હતા અને તેમણે ઉપરાઉપરી બે ગોલ ફટકારીને ડોર્ટમંડની મેચ ડ્રો કરવાની આશા પર પાણી ફેરવી દીધું હતુ. હવે સેકન્ડ લેગનો મુકાબલો ડોર્ટમંડના હોમગ્રાઉન્ડ પર રમાશે.દરમિયાનમાં ઘરઆંગણે રમવા છતાં નેધરલેન્ડની એજાક્સ કલબ કોઈ ફાયદો ઉઠાવી શકી નહતી. બંને ટીમોએ ખુબ ધીરજભરી શરૃઆત કરી હતી અને પ્રથમ હાફમાં કોઈ ગોલ થઈ શક્યો નહતો. જોકે બીજા હાફમાં રિયલ મેડ્રિડના કરીમ બેન્ઝેમાએ શાનદાર રમત દેખાડતાં ટીમને -૦થી સરસાઈ અપાવી હતીજોકે ૧૫ મિનિટ બાદ હાકીમ ઝીયેચે એજાક્સને બરોબરી અપાવતો ગોલ ફટકાર્યો હતો. ડ્રો તરફ આગળ વધી રહેલી મેચમાં  આખરી ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે માર્કો એસેન્સિયોએ ગોલ ફટકાર્યો હતો અને રિયલ મેડ્રિડને -૧થી સરસાઈ અપાવી હતી, જે નિર્ણાયક અને વિજયી સાબિત થઈ હતી

(5:13 pm IST)