Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

સાઉથ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને ૧૯૧ રનમાં ઓલઆઉટ કરી

નવી દિલ્હી: બોલરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની મદદથી સાઉથ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાને ૧૯૧ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં ૨૩૫ રન બનાવ્યા હતા જેને કારણે તેને ૪૪ રનની સરસાઈ મળી હતી. બીજા દાવમાં સાઉથ આફ્રિકાએ ચાર વિકેટે ૧૨૬ રન બનાવતાં તેની કુલ સરસાઈ ૧૭૦ રન થઈ ગઈ છે. બીજા દિવસે એક વિકેટે ૪૯ રનથી આગળ બેટિંગ શરૂ કરનાર શ્રીંલકાની ટીમે ૯૦ રનના સ્કોરે પહોંચતાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. કુસલ પરેરાએ આફ્રિકન બોલરો સામે સંઘર્ષ કરતાં અર્ધી સદી ફટકારી હતી જ્યારે અમ્બુલદેનિયાએ ૨૪, ધનંજય ડી સિલ્વાએ ૨૩ અને રજિથાએ ૧૨ રન બનાવ્યા હતા. શ્રીલંકાએ ૧૫૨ રનના સ્કોરે આઠ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે અમ્બુલદેનિયાએ ૨૪ રનની ઉપયોગી ઇનિંગની મદદથી ટીમ ૧૯૧ રને પહોંચી શકી હતી. સાઉથ આફ્રિકા તરફથી ડેલ સ્ટેને ચાર જ્યારે ફિલાન્ડર અને રબાદાએ - વિકેટ ઝડપી હતી. એક વિકેટ ઓલિવરને મળી હતી.

(5:12 pm IST)