Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

આઇપીએલ: સીએસકે ટીમે બોલિંગ સલાહકાર તરીકે આ પૂર્વ ક્રિકેટરની કરી પસંદગી

નવી દિલ્હી: બે વર્ષ સુધી આઈપીએલમાં  પ્રતિબંધિત ચેન્નાઇ સુપર કિંગ ટીમ વર્ષે આઈપીએલમાં પુર્નગમન કરી રહી છે.ટીમે બોલિંગ સલાહકાર તરીકે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર એરિક સિમન્સની પસંદગી કરી છે. વાતની જાહેરાત ટ્વિટર દ્વારા કરવામાં આવી છે. એરિક સિમન્સ ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચ પણ રહી ચુક્યા છે. દરમિયાન ટીમ ઇન્ડિયા એ 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.ઉપરાંત એરિકને આઈપીએલમાં પણ કામ કરવાનો અનુભવ છે. 2016માં તે નવી ટીમ રાઇજિંગ પુણે સુપરજાઈન્ટના બોલિંગ કોચ હતા. તે પહેલા દિલ્હી ડેરડેવિલયલ્સ સાથે જોડાયેલ હતા. વખતે ચેન્નાઇ સુપ્રી કિંગ મુખ્ય કોચ તરીકે ન્યૂઝીલેન્ડના સ્ટાર ખેલાડી સ્ટીફન ફ્લેમિંગે પસંદ કર્યા છે.

(5:32 pm IST)
  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST