Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

દક્ષિણ આફ્રિકાની આ મહિલા ક્રિકેટરે ધમાકેદાર બેટિંગ કરી બનાવ્યો કીર્તિમાન રેકોર્ડ

નવી દિલ્હી: એક બાજુ દક્ષિણ આફ્રિકામાં વિરાટ કોહલીની સેનાએ શાનદાર પ્રદર્શન કરી રહી છે ત્યારે બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ સેનાએ પણ પાછા પગ નથી કરતી.વનડે સિરીઝમાં દક્ષિણ આફ્રિકાથી 2-1થી હર્યા પછી પણ ટી-20 સિરીઝમાં સારું પ્રદર્શન કરી રહી છે. 5 મેચોની ટી-20 સિરીઝની પહેલી મેચમાં ભારતીય મહિલા ટીમે 7 વિકેટથી દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. પણ મેચમાં જોવા જઈએ તો અસલી આકર્ષણ દક્ષિણ આફ્રિકાની મહિલા ખેલાડી ક્લોઈ ટ્રિયોન રહી હતી.

ક્લોઈ દ્વારા એવું કારનામુ કરવામાં આવ્યું કે જેને જોઈને દરેક લોકો તેના વખાણ કરી રહ્યં છે. ખેલાડીએ 7 બોલોમાં 32 રન ફટકારીને પુરુષ ક્રિકેટરોને પણ પાછળ રાખી દીધા છે. પારીમાં તેને 4 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. ફ્લોઈ માત્ર 1 બોલમાં રન  બનાવી શકી.

(5:31 pm IST)