Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વિજય હજારે ટ્રોફી: બરોડાએ 57 રને ઓડિસને હરાવ્યું

નવી દિલ્હી: વિજય હઝારે ટ્રોફી વન ડેની ગુ્રપ મેચમાં બરોડાએ ઓડિસા સામે ૫૭ રનથી વિજય મેળવ્યો હતો. આ સાથે તેઓએ પાંચમાંથી ચાર મેચ જીતીને ૧૬ પોઈન્ટ્સ મેળવી લીધા છે. જ્યારે વિદર્ભ સામેની મેચમાં સૌરાષ્ટ્ર ૯૬ બોલ બાકી હતા, ત્યારે આસાનીથી આઠ વિકેટથી જીત મેળવી લીધી હતી. સૌરાષ્ટ્રનો આ છઠ્ઠી મેચમાં ચોથો વિજય છે. જ્યારે ગુજરાતને ગોવા સામેની મેચમાં ભારે રોમાંચક સંઘર્ષ બાદ ૧ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. ગુજરાત ૬માંથી પાંચમી મેચ હારીને છેલ્લા ક્રમે છે. ભાર્ગવ મેરાઈના ૯૩ તેમજ ચાવલા-કથન પટેલની ૩-૩ વિકેટ ગુજરાતને ગોવા સામેની મેચમાં ૧ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. જીતવા માટેના ૨૨૮ના ટાર્ગેટનો પીછો કરતાં ગોવાએ ૯ વિકેટ ૨૨૦ના સ્કોર પર ગુમાવી હતી. જોકે કેપ્ટન શગુન કામથની ૧૪૮ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથેની અણનમ ૧૧૦ રનની ઈનિંગે ગુજરાતને જીતથી વંચિત રાખ્યું હતુ. આખરી બેટસમેન પ્રભુદેસાઈ એક પણ બોલ રમ્યા વિના નોટઆઉટ રહ્યો હતો. અગાઉ ગુજરાતે ભાર્ગવ મેરાઈની૧૧૮ બોલમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથેની ૯૩ રનની ઈનિંગની મદદથી ૨૨૭ રન કર્યા હતા. ગુજરાત તરફથી ચાવલાએ ૨૭ રનમાં અને કથન પટેલે ૪૨ રનમાં ૩-૩ વિકેટ ઝડપી હતી.

(5:30 pm IST)
  • જમ્મુ કાશ્મીરના મેઢરમાં આતંકીઓનો ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો : ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યુ કાવતરૂ : આતંકી સરહદ પાર કરવાની ફિરાકમાં હતા access_time 12:24 pm IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST