Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

પી. ટી. ઉષાનો નવો અવતારઃ સરિતાએ ૪૦૦ મીટર દોડમાં જીત્યો ગોલ્ડ

એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટમાં ભારતનો તિરંગો લહેરાયો :સરિતા ડાંગ જિલ્લાની કરાડી આમ્બા ગામની મજૂર પરિવારની દિકરી

ડાંગ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ચાલી રહેલા આઠમાં એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ સ્પર્ધામાં ભારતની નવી ઉડાન પરી ગુજરાતના ડાંગ જિલ્લાના ધાવકકુમારી સરિતા ગાયકવાડે ૪૦૦ મીટરની દોડ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. સરિતાએ ૩૫ દેશોની મહિલા ધાવકોને હરાવી ૫૯.૦૮ સેકન્ડમાં આ સ્પર્ધા જીતી હતી. સરિતાએ આ સુવર્ણ દેશને સમર્પિત કર્યો છે.

સરિતાએ રીલે દોડમાં પોતાના નામનો જ શ્રેષ્ઠ સમયનો રેકોર્ડ પણ બનાવ્યો છે. કોઈપણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આ તેનો પ્રથમ ચંદ્રક છે. દેશને ગૌરવ અપાવનાર સરિતાને ભવિષ્યની પી. ટી. ઉષા માનવામાં આવી રહ્યુ છે.

ડાંગના કરાડી આંબા ગામના એક નાનકડા ગામની ગરીબ પરીવારની દિકરી સરીતાના શાનદાર પ્રદર્શનના લીધે તેની એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટમાં પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ એથ્લેટીકસ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા તેમને કેરળમાં છ મહિનાની તાલીમ આપવામાં આવી હતી.

(5:09 pm IST)
  • સાંજે જામનગર નજીક ઢીંચડા ગામમાં બે જૂથ વચ્ચેની અથડામણમાં ખાનગી ફાયરિંગની ઘટના બનવા પામેલ તે અંગે બેડી મરીન પોલીસ ટુકડી તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે access_time 12:42 am IST

  • કચ્છનાં મુંદ્રા પોર્ટ પરથી ફરી કિંમતી સિગારેટની દાણચોરી કરી મોટ જથ્થો ધુસાડવાનો પ્રયાસ DRIએ નાકામ બનાવ્યો છે. DRI દ્રારા 14 લાખ 40 હજાર સિગારેટનો માતબર જથ્થો ઝડપવામાં આવ્યો છે જેની બજાર કિંમત 1 કરોડ 44 લાખ કરતા પણ વઘુ આંકવામાં આવે છે access_time 9:29 am IST

  • હજારો કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં નિરવ મોદીને ત્યાં દરોડા : મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના ત્વરિત પગલા : નિરવ મોદીના ઘરે અને ઓફીસે ૧૦ થી ૧૨ સ્થળો પર ઈડીએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન : પંજાબ નેશનલ બેન્કના ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડની તપાસનો જબરો ધમધમાટ : અનેકને રેલો આવશે access_time 12:24 pm IST