Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

પુરૂષ રેન્કિંગમાં ટોચનું પદ રાફેલ નડાલને પક્ષમાં

નવી દિલ્હી: સ્પેનના રાફેલ નડાલે ટેનિસમાં પુરૂષોની રેંકિંગમાં પોતાના સ્થાન પર રહેવામાં સફળતા મેળવી છે. હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં તે ઇજાના કારણે ખસી ગયો હોવા છતાં નંબર વન રેંકિંગ પર યથાવત છે. એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ (એટીપી) દ્વારા રેંકિંગ જારી કરવામાં આવી ચુકી છે જેમાં પુરૂષોના વર્ગમાં રાફેલ નડાલ ૯૭૬૦ પોઇન્ટ સાથે પ્રથમ ક્રમાંક ઉપર છે જ્યારે રોજર ફેડરર ૯૬૦૫ પોઇન્ટ સાથે બીજા સ્થાન પર રહ્યો છે. જોકોવિક ખુબ પાછળ ફેંકાઈ ગયો છે. સતત ખરાબ ફોર્મના કારણે તે ટોપ રેંકિંગમાં સ્થાન મેળવી શક્યો નથી. ટોપટેનમાંથી તે પ્રથમ વખત આઉટ થયો છે. 

 

બીજી બાજુ મહિલાઓના વર્ગમાં ડેનમાર્કની કેરોલિન વોઝનિયાકી પ્રથમ સ્થાન ઉપર રહી છે. તેના ૭૯૬૫ પોઇન્ટ છે. જ્યારે રોમાનિયાન ઉભરતી સ્ટાર ખેલાડી સિમોના હેલેપ ૭૬૧૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને અને યુક્રેનની સ્વિટોલિના ૫૮૩૫ પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સ્પેનની મુગુરોઝા ચોથા અને કેરોલીના પ્લીસકોવા પાંચમાં સ્થાન ઉપર રહી છે. વખતે જર્મની અને સ્પેનના ખેલાડીઓનું પ્રભુત્વ અકબંધ રહ્યું છે. વોઝનિયાકીએ હેલેપને પાછળ છોડીને પ્રથમ ક્રમ હાસલ કરવામાં સફળતા મેળવી છે. 

 

(3:48 pm IST)