Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સોમવારથી ભારત સામેની ટી-૨૦ ક્રિકેટ શ્રેણીનો પ્રારંભઃ દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમ સામે રમાનાર ટી-૨૦ સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત કરવામાં આવી છે.

દક્ષિણ આફ્રિકાઅે ભારત સામે ૧૮ ફ્રેબુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ માટે જે પી ડયુમિનીને કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જે પી ડયુમિની ટીમના નિયમિત કેપ્ટન ફાફ ડુ પ્લેસીસની જગ્યાએ ટીમની જવાબદારી સંભાળશે. ફાફ ડુ પ્લેસીસ વર્તમાન વનડે સીરીઝની ડર્બનમાં રમાયેલ પ્રથમ મેચમાં ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. કાર્યવાહક કેપ્ટન માર્કરમ અને અનુભવી બેટ્સમેન હાશિમ આમલાને ટી-૨૦ સીરીઝમાં આરામ આપવામાં આવ્યો છે.

બેટ્સમેન ક્રિસ્ટીયન જોંકરને ટીમમાં જગ્યા આપવામાં આવી છે, જયારે વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન અને ઝડપી બોલર જુનીયર ડાલાને પ્રથમ વખત ટી-૨૦ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. લેગ સ્પિનર ઇમરાન તાહિરને ટીમથી બહાર રાખવામાં આવ્યા છે, જેના પર મુખ્ય પસંદગીકર્તા લિંડા જોન્ડીએ જણાવ્યું છે કે, તેમને આરામ આપવામાં આવ્યો છે જેથી તે ડાબા હાથના સ્પિનર તબરજ શમ્સી અને ફાંગીસોને વધુ તક મળી શકે.

ઝડપી બોલર મોર્ને મોર્કલ, કાગીસો રબાડા અને એનગીડીને પણ આરામ આપવામાં આવ્યો છે.

ક્રિકેટ સાઉથ આફ્રિકાએ વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન પર ભરોસો વ્યક્ત કરતા તેમને મંગળવારે ભારત સામે રમાવનારી ટી-૨૦ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ટી-૨૦ સીરીઝની શરૂઆત રવિવારથી થઈ રહી છે. જોંકર અને ઝડપી બોલર ડાલાને સાઉથ આફ્રિકી ટીમમાં પ્રથમ વખત પસંદ કરવામાં આવ્યા છે. જયારે ક્લાસેન વનડેમાં ડેબ્યુ કરી ચુક્યા છે.

સાઉથ આફ્રિકી ટીમ આ પ્રકારે છે : જેપી ડયુમિની (કેપ્ટન), ફરહાન બેહરાદિન, જુનીયર ડાલા, એબી ડી વિલિયર્સ, રીજા હેનડ્રિક્સ, ક્રિસ્ટીયન જોંકર, હેઇનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, ક્રિસ મોરીસ, ડેન પેટરસન, એરોન ફાંગીસો, ફેહુલકવાયો, તબરેજ શમ્સી, જોન-જોન સ્મુટસ.

(5:13 pm IST)