Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

પંતના માથામાં વાગ્યો કમિંસનો દડો:રાતભર BCCI એ રાખી દેખરેખ :ખાસ સ્પેશિયાલિસ્ટની પણ સલાહ લીધી

માથા પર પૈટ કમિંસનો દડો વાગતા ચક્કર આવી ગયા : ઓસ્ટ્રેલિયાની બેટિંગમાં પણ મેદાનમાં ના આવ્યો

મુંબઈ : વિકેટકીપર ઋષભ પંતને મુંબઈમાં ઑસ્ટ્રેલિયા સામેની વનડે દરમિયાન માથામાં બૉલ વાગવાથી મેચમાંથી બહાર નીકળી ગયો હતો. તેના માથા પર પૈટ કમિંસનો દડો વાગ્યો હતો, ત્યારબાદ તેને ચક્કર આવી ગયા હતા અને ઑસ્ટ્રેલિયાની બેટિંગ સમયે પણ તે મેદાનમાં ન આવ્યો, કમિંસના દડા પર પંત 44 મી ઓવરમાં આઉટ થયો. દડો સાઇડમાંથી તેના હેલ્મેટ પર અથડાયો અને પાછો હવામાં ફેંકાયો જેને એશ્ટન ટર્નને પકડી લીધો. ત્યાર બાદ પંત ફિલ્ડિંગ માટે નહોંતો આવ્યો અને કેએલ રાહુલને ફિલ્ડિંગ કરવી પડી હતી. આ અંગેની માહિતી આપતાં બીસીસીઆઈએ જણાવ્યું છે કે પંત પણ અત્યારે નજર રાખવામાં આવી રહી છે.

બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઋષભ પંત પણ હમણાં નજર રાખવામાં આવી રહી છે અને તે પ્રમાણે અપડેટ આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, માથામાં બૉલ વાગ્યા બાદ પંતને મેદાનમાં તરત જ ઈલાજની જરૂર પડી નહોંતી અને તે જાતે એકલો જ ડ્રેસિંગ રૂમમાં જતો રહ્યો હતો. પરંતુ બંને પાળી વચ્ચેના બ્રેક સમયે તેની સમસ્યાની ખબર પડી.હતી 

(1:46 pm IST)