Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

મલેશિયા માસ્ટર્સ વિજેતા મોમોટાને નડ્યો માર્ગ અકસ્માત: વાન ચાલકની મોત

નવી દિલ્હી: જાપાનની કેન્ટો મોમોટા મલેશિયા માસ્ટર્સ બેડમિંટન ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યા બાદ ગૌરવપૂર્ણ વર્લ્ડ ચેમ્પિયન અને વિશ્વનો નંબર -1 પુરૂષ બેડમિંટન ખેલાડી સોમવારે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો. પોલીસ અને બેડમિંટન અધિકારીઓએ જણાવ્યું કે 25 વર્ષિય મોમોટાને સામાન્ય ઇજાઓ થઈ હતી અને તે સ્થિર હાલતમાં છે.ન્યુઝ એજન્સી સિન્હુઆએ પોલીસને ટાંકીને જણાવ્યું છે કે, વ્યસ્ત હાઈવે પર અકસ્માત વહેલી તકે થયો હતો જ્યારે બધા લોકો ક્વાલા લંપુર આંતરરાષ્ટ્રીય વિમાનમથકની વાનમાં સવાર હતા. રસ્તામાં એક લારી પાછળના ભાગે ટકરાઈ, જેમાં મોમોટાની કાર ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું.વાનમાં અન્ય લોકો પણ હતા. જેમાં ગ્રેટ બ્રિટન બેડમિંટન કોર્ટના અધિકારી વિલિયમ થોમસ, જાપાનના સહાયક કોચ હિરાયામા યુ અને ફિઝિયોલોજિસ્ટ મોરીમોતા આર્કીફુકીનો સમાવેશ થાય છે. માર્ગ અકસ્માતમાં તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે નિવેદનમાં જણાવ્યું છે કે "મોમોટાને નાક, હોઠ અને ચહેરા પર ઇજાઓ પહોંચી હતી જ્યારે 3 અન્ય લોકોને તેમના હાથ અને અન્ય જગ્યાએ ઇજાઓ પહોંચી હતી.મલેશિયાના રમત પ્રધાન સૈયદ સાદિકે કહ્યું, "ચારેય ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર છે. તેમને સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે અને તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે."મલેશિયા બેડમિંટન એસોસિએશનના સેક્રેટરી જનરલ કેની ગોહ ચી કેંગે કહ્યું હતું કે "મોમોટા અને તેની ટીમ જાપાન પરત ફરી છે. રવિવારે મોમોટાએ ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવીને મલેશિયાની માસ્ટર્સ બેડમિંટન ટૂર્નામેન્ટ જીતી હતી.

 

(4:31 pm IST)