Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

કબડ્ડી સ્ટાર રાહુલ ચૌધરી અમદાવાદની પાયલટ હેતાલી બ્રહ્મભટ્ટ સાથે અલગ અંદાજમાં કરશે સગાઇ

-સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉત્સાહી બાળકો સગાઇ પ્રસંગમાં જોડાઈને પળને યાદગાર બનાવશે

અમદાવાદ : ભારતીય કબડ્ડી દુનિયાના સ્ટાર ખેલાડી રાહુલ ચૌધરી રવિવારે અમદાવાદમાં પોતાની પ્રેમિકા અને પાયલટ ગુજ્જુ હેતાલી બ્રહભટ્ટની સાથે અલગ જ અંદાજમાં સગાઇ કરશે. પોતાની બહેતરિન રમત અને શૈલી માટે ભારતીય ટીમના શો મેન અને રેડ મશીન કહેવામાં આવતા ચૌધરી અને અમદાવાદની હેતાલી સગાઇના દિવસે કેટલાક બાળકો કે જેઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે ઉત્સાહ દર્શાવી રહ્યા છે અને આગળ જવા માંગે છે તેમને જરૂરી નોલેજ આપી સગાઈના આ પળને યાદગાર બનાવશે. અહીં સિંધુ ભવન રોડમાં આયોજીત થનારી સગાઇમાં રિવાજના અવસરે આ બાળકો ખાસ મહેમાન હશે. આ કપલની સગાઇ રવિવારે 14 ડિસેમ્બરે થશે.

   આ સગાઇને લઇને હેતાલી બ્રહભટ્ટે કહ્યું કે, મને નાનપણથી જ કબડ્ડી ગેમ ગમે છે. હું શાળામાં પણ કબડ્ડીમાં ભાગ લેતી હતી. જ્યારે રાહુલની ઇચ્છા નાનપણથી જ પાયલટ સાથે લગ્ન કરવાની હતી. મને અપોઝિટ સંબંધો વધારે ગમે છે. રાહુલ એક બેસ્ટ પ્લેયરની સાથે એક જવાબદાર વ્યક્તિ એને લવિંગ, કેરિંગ પર્સન પણ છે. જે મેરેજ પછી મારા કામ અને મારા પેશનને લઇને મને સપોર્ટ કરે

(12:57 am IST)