Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

હવામાં ઉછળીને એક જ હાથે સ્ટીવ સ્મિથે કર્યો 'લાજવાબ કેચ': દંગ થયો કેન વિલિયમસન

સ્મિથના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ

પર્થમાં રમાઇ રહેલી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના બીજા દિવસો ઓસ્ટ્રેલિયાનું પલડુ ભારે રહ્યું હતું આ મેચની સૌથી રોમાંચક અને યાદગાર પળ એ હતી જ્યારે સ્ટીવ સ્મિથે હવામાં ઉડીને એક હાથે સુપર કેચ પકડ્યો હતો .

ન્યૂઝીલેન્ડના બેટ્સમેન સારી શરૂઆત ન કરી શક્યા. 1 રન પર જ બંને બેટ્સમેનોએ પોતાની વિકેટ ગુમાવવી પડી. તે બાદ કેપ્ટન કેન વિલિયમસને રૉસ ટેલર સાથે મળીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો. વિલિયમસન અને ટેલર મળીને જેમ તેમ કરીને ટીમને 76 રનની પાર્ટનરશીપ સુધી લઇને આવ્યાં. ત્યારે 34 રન પર રમી રહેલા વિલ્યમસન મિશેલ સ્ટાર્કના બોલ પર સ્લિપમાં શૉટ રમ્યો હતો

  બૉલ સ્લિપ તરફ ઝડપથી હવામાં નીકળી રહ્યો હતો કે સ્ટીવ સ્મિથે હવામાં ઉછળીને એવો કમાલનો કેચ કર્યો કે વિલિયમસન પોતે દંગ રહી ગયો. સ્મિથના આ કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવાઇ રહ્યો છે.

(10:57 pm IST)