Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

બીજી વન- ડે પહેલાં ટીમ ઈન્ડિયા સામે નેટમાં બોલિંગ કરશે જસપ્રીત બુમરાહ

નવીદિલ્હીઃ ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો જસપ્રીત બુમરાહ નજીકના દિવસોમાં નેટમાં પ્રેકિટસ કરતો જોવા મળશે. મહત્વની વાત એ છે કે ભારત- વેસ્ટ ઈન્ડીઝ સામેની વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી વન-ડે મેચ પહેલાં થનારી નેટ- પ્રેકિટસમાં બુમરાહ જોડાશે જયાં તેની ફિટનેસ તપાસવામાં આવશે. બુમરાહ આ નેટ- પ્રેકિટસ ટીમ ઈન્ડિયા સાથે કરશે.

પ્રાપ્ત જાણકારી મુજબ ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ પ્લેયરોની ઈન્જરીનું બારીકાઈથી ધ્યાન રાખી રહી છે. ન્યુઝીલેન્ડ ટૂરમાં બુમરાહ એક મહત્વનો પ્લેયર સાબિત થઈ શકે છે. જેને લીધે મેનેજમેન્ટ તેને હાલમાં સંપૂર્ણ રેસ્ટ આપી રહી છે. આ પહેલાં પણ ટીમ મેનેજમેન્ટે ભુવનેશ્વર કુમારની ફિટનેસ ઈન્દોરમાં બંગલાદેશ સામેની ટેસ્ટ મેચ પહેલાં તપાસી હતી. નોંધવી છે કે ભારત જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝ રમશે. જેમાં બુમરાહ સામેલ થવાની સંભાવના છે.

(3:21 pm IST)