Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે કાલે પ્રથમ વન-ડે

ચેન્નાઇમાં મુકાબલો, બપોરે ૧:૩૦ વાગ્યાથી પ્રસારણ : વિરાટસેના વધુ એક સિરીઝ કબ્જે કરવા સજજઃ ભુવનેશ્વર ઇર્ન્જડઃ કેદાર જાદવને તક મળશે !

 નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝની પ્રથમ મેચ ૧૫ ડિસેમ્બરે ચેન્નઈના ચેપક સ્ટેડિયમાં રમાવાની છે. એવામાં સીરિઝના બે દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. ભુવનેશ્વર કુમાર ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા શિખર ધવનની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

 ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ટી૨૦ સીરિઝમાં રમ્યો હતો તે દરમિયાન ગ્રોઈન ઇન્જરી ફરી ઉભરી આવતા તેને વનડે સીરિઝમાંથી પોડતો મુકાયો છે. તેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરાયો છે.

ભુવીના આ રીતે બહાર થવા પર હવે બીસીસીઆઈ પર સવાલ ઉઠી રહ્યાં છે. ભુવી ટી૨૦ સીરિઝમાં પહેલેથી ફીટ થઈને ટીમમાં આવ્યો હતો. નવદીપ સેની પણ સંપૂર્ણ ફિટ નથી. સ્પોર્ટ સ્ટારના અહેવાલ અનુસાર સિલેકશન કમિટીએ ઉમેશ યાદવ અને શાર્દુલના નામની ચર્ચા કરી હતી.

 વનડે સીરિઝ માટેની ભારતીય ટીમૅં- વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા,શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), મનિષ પાંડે, મયંક અગ્રવાલ, કેદાર જાધવ, શિવમ ડુબે, રવિન્દ્ર જાડેજા, લોકેશ રાહુલ, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર,મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર

(3:20 pm IST)