Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

ક્રિકેટર યુવરાજસિંહની પત્ની હેઝલ માતા બનશે તેવી ચર્ચાઅે જોર પકડ્યુ

ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નમાં ઘણા જાણીતા હસ્તીઓ શામેલ થયા. સમારોહમાં યુવરાજ સિંહ અને તેની પત્ની હેઝલ કીચ પણ પહોંચ્યા હતો. પરંતુ આનંદ અને ઈશાના લગ્નમાં હેઝલ કીચ વધારે કન્ફર્ટેબલ નહોતી. કહેવાઈ રહ્યું છે કે તે પોતાના પેટને વારંવાર કવર કરી રહી હતી. હેઝલન હરકતથી એવી અટકળો લાગવાનું શરૂ થઈ ગયું છે કે યુવરાજ સિંહ અને હેઝલ કીચ મમ્મી-પપ્પા બનવાના છે. જોકે અત્યાર સુધી કપલ તરફથી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી.

બંને જલ્દી માતા-પિતા બની શકે

અમારા સહયોગી મુંબઈ મિરરની રિપોર્ટ મુજબ હેઝલ અને યુવરાજ જલ્દી માતા-પિતા બનવાના છે. જણાવી દઈએ કે યુવીએ લગ્નમાં બ્લ્યૂ કોટ-પેન્ટ પહેર્યું હતું. તો હેઝલ ડાર્ક મોવ કલરના આઉટફિટમાં જોવા મળી. બંનેનો લોકો ફેન્સને ખૂબ પસંદ આવ્યો.

2016માં થયા બંનેના લગ્ન

જણાવી દઈએ કે યુવરાજ અને હેઝલના લગ્ન 30 નવેમ્બર 2016 પર થયા હતા. યુવરાજ અને હેઝલ એક પાર્ટીમાં મળ્યા હતા. હાલમાં બંનેએ પોતાના લગ્નની બીજા એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. લગ્ન બાદ હેઝલે પોતાને લાઈમ લાઈટથી દૂર રાખી છે. જાણકારી એવી પણ છે કે જલ્દી યુવરાજ હેઝલના પ્રેગ્નેન્સીની જાહેરાત કરી શકે છે.

પાછલા મહિને સેલિબ્રેટ કરી વેડિંગ એનિવર્સરી

ઉલ્લેખનીય છે કે યુવરાજ અને હેઝલે પોતાની બીજી વેડિંગ એનિવર્સરી પર સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી. ફોટોમાં યુવરાજ સિંહ બેટમેનના રૂપમાં અને હેઝલ કીચ વંડરવુમનના રૂપમાં જોવા મળી.

(4:35 pm IST)