Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

પેરિસ સેન્ટ જર્મનીએ રેડ સ્ટાર બેલગ્રેડને 4-1થી હરાવ્યું: પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં મેળવ્યું સ્થાન

ફ્રાન્સની ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી)એ ચેમ્પિયન્સ લીગની તેની અંતિમ ગ્રૂપ મેચમાં સર્બિયાના ક્લબ રેડ સ્ટાર બેલગ્રેડને 4-1થી હરાવી છે. પીએસજીએ તેના ગ્રૂપમાં ટોચ પર રહીને ચેમ્પિયન્સ લીગની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે

  ગ્રૂપમાં પીએસજી 6માંથી 3 મેચ જીતી, 2 હારી અને 1 ડ્રો કરી છે. પીએસજીના 11 પોઈન્ટ રહ્યા. મેચમાં પીએસજી તરપતી એડિનસન કવાનીએ નવમી, નેમારે 40મી, મારક્વિનહોસે 74મી અને કિલિયન એમબાએ 90 પ્લસ 2મી મિનિટમાં ગોલ કર્યો જ્યારે બેલગ્રેડ તરફથી એકમાત્ર ગોલ માર્કો ગોબેજિચે 56મી મિનિટમાં કર્યો

(8:48 pm IST)